તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સાવચેત:તૌકતેના પગલે દરિયાકાંઠાના 15 ગામ એલર્ટ, ખંભાતમાં 3 અને તાલુકામાં 17 આશ્રય સ્થાનો ઉભા કરાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંઠા વિસ્તારના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપી

આગામી ચાર દિવસ દરમિયાન આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારમાં તૌકેટ વાવાઝોડા અસર થવાની સંભાવના છે. તેને ધ્યાને લઇને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતી ભાગ રૂપે ખંભાત તાલુકાના 15 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. 17મી વહેલી સવારથી દરિયાના કાંઠાના વિસ્તારો વાવાઝોડાના પગલે ભારે પવન ફુંકાવવાની સંભાવનાને ધ્યાને લઇ મામલતદાર દ્વારા સાવચેતી પગલા લેવામાં આવ્યા છે.

ખંભાત મામલતદારના જણાવ્યા પ્રમાણે ખંભાત તાલુકાના તરકપુર,રાલજ રાજપુર,પાંદડ, કલમસર, વડગામ, આખોલ, નવાગામ બહાર, સહિત 15 ગામો સાવેચત કર્યા હતા. તેમજ 20 આશ્રય સ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખંભાત શહેરમાં ત્રણ જગ્યાએ આશ્રય સ્થાન ઉભા કરવામાં આવ્યા છે. તેમજ દરિયાનજીક ગામો દરિયાકાંઠે રહેતા લોકોને અત્યારથી ઘસી જવા માટે સુચના આપી દેવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને ધ્યાને લઇને ટીડીઓ,તલાટીઓ અને સરપંચોની જુદી જુદી ટીમો બનાવીને તેમને અલગ અલગ કામગીરી સોંપી દેવામાં આવી છે. તેમજ આશ્રિત સ્થાનો પર આશ્રય લેનાર લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ કોઇ આપતીને પહોંચીવડવા માટે ફલટ વખતે કામ આવતી સાધન સામગ્રી, જેવા ડયુબ,દોરડા, ટોર્ચ,બોટ વગેરે વ્યવસ્થા કરવા જે તે ગ્રામ પંચાયતને જણાવી દેવામાં આવ્યું છે.

ચરોતરમાં 17મીઅે વરસાદ સાથે પવનની ગતી વધશે
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્વમાં સર્જાયેલું હળવું દબાણ હવે ડિપ્રેશનમાં પરિવર્તીત થયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશન ઼ડીપડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.જેને લઈને અાગામી 17મી મે દરિયાન આણંદ-ખેડા સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેની અસર અગામી 21મી મે સુધી રહેશે.ભારતીય મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આણંદ-ખેડા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં 16મી મે થી 22મી મે દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 39.7 અને લઘુત્તમ તાપમાનો પારો 27 ડિગ્રી રહેશે તેમજ વરસાદ સામાન્ય કરતાં ઓછો પડવાની શક્યતાઆે છે.

ખંભાતના કોવિડ સેન્ટરના દર્દીઓને બાકરોલ સમરસ હોસ્પિ.માં ખસેડાશે
ખંભાતના દરિયા કાંઠે ફુકનાર વાવાઝોડા પગલે ભારે વરસાદની સંભાવના છે.ત્યારે અન્ય કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે ખંભાત તાલુકના કોવિડ સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ ને વિદ્યાનગર સમરસ ખસેડવા માટે તજવીજ તંત્ર દ્વારા હાથધરવામાં આવી છે.જેમાં વડગામ અને કલમસર સહિતની કોવિડ સેન્ટર દર્દીઓને ખસેડવામાં આવશે. આ ઉપરાંત દરિયા કાંઠે આવેલા ગામોમાં નજીકમાં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમજ જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...