તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશની સમસ્યા:ધો-10માં માસ પ્રમોશનને પગલે ખાનગી સ્કુલોનો રાફડો ફાટશે

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાની ધો.11ની 80 શાળા, 12 હજારની ક્ષમતા અને 30 હજાર વિદ્યાર્થીઓ, પ્રવેશની સમસ્યા સર્જાશે

કોરોના મહામારીના પગલે ધો-10ના વિદ્યાર્થીઓને પ્રમોશન અપાયું છે. જેને લઇને શિક્ષણજગતમાં અનેક સમસ્યા સર્જાશે. આણંદ જિલ્લામાં દરવર્ષે 30 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમાંથી 60 ટકા પરિણામ આવે તો પણ ધો-11 સહિત ડિપ્લોમા કોર્ષીમાં પ્રવેશ ફુલ થઇ જતાં હોય છે. કેટલાય વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહી જાય છે ત્યારે આ વખતે શું થશે તે કહેવાય નહીં ?

શાળાઓમાં ધોરણ-11ની પ્રવેશ પ્રક્રિયામાં અનેક સમસ્યાઓ સર્જાશે
આણંદ જિલ્લામાં ધો 11 વર્ગો ચલાવતી શાળાઓ 160 આસપાસ છે.તેમાં વિદ્યાર્થીઓના પ્રવેશની ક્ષમતા 14 હજાર છે. એક શાળામાં ધો-10ના 5 વર્ગ હોય તો 300 વિદ્યાર્થીઓ થાય તેની સામે ધો-11ના માત્ર 2 વર્ગ હોય તો 120 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે ,બાકીના શું કેટલાંક વિદ્યાર્થીઓ સાયન્સની પસંદગી કેવા આધારે કરી શકશે તેમને માર્ક્સ કઈ રીતે આપવા તથા માર્ક્સ આપ્યા બાદ ધો.11ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થશે. > કીર્તિ પરમાર, સેન્ટ ઝેવિયર્સ, લીમપડાપુરા

આખુ વર્ષ મહેનત કરવા છતાં માસ પ્રમોશન અપાતા પાણી ફરી વળીયું

​​​​​​​

ઓનલાઇન , યુ ટયુબ અને કોચીંગ કલાસમાં જઇને અભ્યાસ ક્રમ પુરો કર્યો હતો.તેમજ સારી ટકાવારી માટે આખું વર્ષ ચાર થી પાંચ કલાક વાચતો હતો. પરંુત પ્રમોશન આપી દેવામાં આવતાં તેના પર પાણી ફરી વળ્યું છે.હોશિયાર વિદ્યાર્થીઓને માર પડશે.ઇચ્છીત સ્કુલોમાં એડમીશન મળશે નહીં. તેની ચંતા હાલમાં સતાવી રહી છે. સૌથી મોટો પ્રશ્ન કઇ સ્કુલમાં એડમિશ લેવું તે ઉભો થશે.> પથિક એસ પટેલ ,વિદ્યાર્થી,કે.ડી.પટેલ હાઇસ્કુલ, રાલજ

​​​​​​​સરકારે મહત્વના 3 વિષયની પરીક્ષાઓ OMR પધ્ધતિથી લેવી જોઇએ

​​​​​​​

ડિપ્લોમાં વિવિધ કોર્ષ અને આઇટીઆઇના વિવિધ કોર્ષમાં અને ધો 11 સાયન્સમાં દરવખતે મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ આ વખતે પ્રમોશન આપવામાં આવતાં મેરીટ કેવી રીતે નક્કી કરવું તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. ત્યારે સરકારે ઓએમઆર પધ્ધતિ મહત્વના ત્રણ વિષય ગણિત,વિજ્ઞાન અને અંગ્રેજી પરીજ્ઞા ઓનલાઇન લઇને પરિણામ જાહેર કરવું જોઇ તો હતું. > અલ્પેશભાઇ પરમાર ,શિક્ષક માધવલાલ શાહ હાઇસ્કુલ, ખંભાત

​​​​​​​પ્રમોશન મળતા જ પરીક્ષાનુ઼ ટેન્શન ગયું, ટકાવારીની ઝંઝટમાંથી છુટકારો

કોરોના મહામારી વચ્ચે શાળાએ જઇ શકયા ન હતા.તેમજ ઘેર બેઠા અભ્યાસ કરવામાં મજા આવતી ન હતી. આવા સંજોગોમાં પરીક્ષા કેવી રીતે આપવી તેની મુંઝવણ સંતાવી રહી હતી. તેમજ ટકાવારી ઓછી આવે તેની ચિંતા હતી તેમજ હાલમાં પરીક્ષાનું ટેન્શન દૂર થતાં હવે આનંદ પ્રમોદ પણ વેકેશનમાં માણી શકીશું. તેની ખુશી અલગ જ છે. પરંતુ પ્રમોશન આપતાં શાંતિ થઇ ગઇ > મિહીરકુમાર ત્રિવેદી,વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...