તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હથિયારબંધી:ચૂંટણીને લઈ સમગ્ર આણંદ જિલ્‍લામાં 14 ફેબ્રુઆરી સુધી હથિયારબંધી જાહેર કરાઈ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્‍લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો મનાઇ ફરમાવી

આગામી સમયમાં રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયમાં નગરપાલિકાઓ તથા જિલ્‍લા/તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીઓ આગામી તા. 28/2/2021 ના રોજ યોજવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્‍વયે આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, અને સોજિત્રા ની તથા આઠ તાલુકા પંચાયત આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રાની સામાન્‍ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.1ની પેટા ચૂંટણી તા. 28/2/2021ના રોજ યોજાનાર છે. જયારે તેની મતગણતરી તા. 2/3/2021ના રોજ મતગણતરી થનાર છે ત્‍યારબાદ ચૂંટણી પ્રક્રિયા તા. 5/3/2021ના રોજ પૂર્ણ થશે.

આણંદ જિલ્લામાંઆ ચૂંટણીમાં સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતીને હાનિ ન પહોચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલા ભરવા તેમજ હાલ દેશમાં કોરોના વાયરસ અંગે સરકાર તરફથી લોકડાઉન અંગે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. હાલની વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે આણંદ અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ પી. સી. ઠાકોરે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(1)થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્‍લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો મનાઇ ફરમાવી છે.

કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, મનુષ્‍યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્‍સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા કે જેનાથી સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવા, તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્‍લેકાર્ડ અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા વસ્‍તુ તૈયાર કરવા, બતાવવા અથવા તેનો ફેલાવો કરવા કે દેશ વિરોધી નારાઓ પોકારવા જેવા કૃત્‍યો કરવા ઉપર તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.14/2/2021 સુધી મનાઇ ફરમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો