ભય ફેલાવવાનું કાવતરું કે નિર્દોષ રમત?:ભાલેજ વિસ્તારો ઉડતા ડ્રોનથી લોકભય વ્યાપ્યો, પોલીસ તપાસમાં આ રમકડું નીકળ્યું

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગે હજુ ભાલેજ પોલીસ દ્વારા ઘનિષ્ટ તપાસ ચાલી રહી છે

ચરોતરમાં ગત માસે અવકાશી ઉપકરણો પડતા ભય વ્યાપ્યો હતો. જોકે, આ પદાર્થના પડવાથી કોઈ મોટી જાનહાનિ કે અન્ય નુકશાન ન થવાને કારણે વહીવટીતંત્ર અને પ્રજાજનોમાં હાશકારો પ્રવર્તયો હતો. ગતરોજ મોડી રાત્રે આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા અરડી ગામે ઉડતા ભેદી ડ્રોનના વાવડ વિસ્તારમાં ફેલાઈ હતી જે બાદ સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. ભાલેજ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરતા ભારે અચરજ પમાડે તેવી વિગતો મળી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ભાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે ડ્રોન ફરતું જોવા મળતા લોકમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું. રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમો જાસૂસી કરતા હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. વાત વાયુ વેગે ફેલાતા પોલીસ પણ હરકતમાં આવી અને તપાસ કામગીરી તેજ કરી હતી. આ તપાસ દરમિયાન હાસ્યાસ્પદ કહી શકાય તેવી વિગતો હાથ લાગી છે. જોકે, આ સમાજમાં ભય ફેલાવવાનું આયોજન પૂર્વકનું કાવતરું કે છે કોઈ બાળકે કે તેના વાલીએ બાળકને ખુશ કરવા કરેલી રમત છે તે અંગે હજુ ભાલેજ પોલીસ દ્વારા ઘનિષ્ટ તપાસ ચાલી રહી છે.

સમગ્ર ઘટના અંગે ભાલેજ પીએસઆઈ એન.એસ.ઝાલાએ જણાવ્યું હતું કે, અરડી ગામના સ્થાનિક મનીષભાઈ પટેલ તથા જીતેન્દ્ર રાઠોડ દ્વારા સમગ્ર બાબતે ઉડતા ઉપકરણને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે, મળેલો પદાર્થ માત્ર એક રમકડુ હતું. જેમાં કોઈ કેમેરો કે શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યું ન હતું. ઘટનામાં સ્થાનિકોની સમજમાં ફેર થતા વાયરલ થયેલો વીડિયો એ સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. આ રમકડાંનું હેલિકોપ્ટર પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કેસ નાગરિક સમાજમાં ડર કે ભયનું વાતાવરણ ન બને તે માટે ભાલેજ પોલીસ દ્વારા સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી કે, આ પ્રકારની ઘટના જ્યારે પણ વિસ્તારમાં જણાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશનનો નંબર 02692286633 અથવા 9099155007 પર સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર મામલે ભાલેજ પોલીસે જપ્ત કરેલા ઉપકરણની ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે અને કોના દ્વારા આ ઉડાડવામાં આવ્યું હતું અને આની પાછળ શું ઉદ્દેશ્ય હતો તે તમામ મુદ્દે પણ ઝીણવપૂર્વક તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...