તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદ જિલ્લામાં માસ્ક પહેર્યા વિના ફરતા પાંચ ઝડપાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ, વિદ્યાનગર, તારાપુર, બોરસદમાંથી ઝડપાયા

વિદ્યાનગર પોલીસ સોમવારે રાત્રે 8 વાગે જનતા ચોકડી પાસે હતી ત્યારે અનિલ આશાભાઈ પટેલ રહે. શશાંક સોસાયટી પાછળ બાકરોલ માસ્ક પહેેર્યા વિના ફરતા મળી આવ્યા હતા. તારાપુર પોલીસ સોમવાર સાંજે પોણા પાંચ વાગે પોલીસ મથકે હાજર હતી ત્યારે અરવિંદ પ્રભાતભાઈ સોલંકી રહે તારાપુર રેલ્વે સ્ટેશન પાસે, ઉદેસિંહ નાનજીભાઈ પરમાર રહે. દેવજી ફળિયું બંને જણા માસ્ક પહેર્યા વિના વિના આવી પહોંચ્યા હતા. જેથી પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

બોરસદ ગ્રામ્ય પોલીસ સોમવાર સાંજે પોણા સાત વાગે સીંગલાવ ગામે અંબાજી માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ટોળુ ઉભેલું હતું જે પોલીસને જાેઈને ભાગી ગયું હતું. ત્યાંથી ચતુરભાઈ ભઈજીભાઈ તળપદા માસ્ક વિના બેઠેલા મળી આવ્યા હતા. આણંદ રેલ્વે પોલીસ સોમવાર રાત્રે પોણા દસ વાગે પ્લેટફોર્મ નં. 4 ઉપર પહોંચી ત્યારે અર્જુન નરસિંહભાઈ વણઝારા રહે. બાર વીઘા વિશ્વનાથ સોસાયટી પાસે માસ્ક પહેર્યા વિના ફરતા મળી આવ્યા હતા. નોંધનીય છે કે, કોરોના સંક્રમણ છતાં પણ મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...