તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:આણંદના ખંભોળજમાં જુગાર રમતાં પકડાયેલા પાંચ શકુનિને દોઢ વર્ષની કેદ, 500 રૂપિયાનો દંડ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો દંડ ન ભરે તો વધુ 10 દિવસની સાદી કેદની સજા ફરમાવી

જુગારની બદી અટકતી નથી પરંતુ તેને અંકુશમાં લેવા પોલીસની કાર્યવાહી વધુ તેજ બને તે જરૂરી છે. આણંદ કોર્ટમાં જુગારીઓને સજા અને દંડ ફરમાવવામાં આવ્યો છે. જે કોર્ટ કાર્યવાહીની સરાહના થઈ રહી છે. ખંભોળજ પોલીસે એક વર્ષ પહેલા સારસા ગામે દરોડો પાડી પાંચ શખસને જુગાર રમતાં રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ શખસોને કોર્ટે દોઢ વર્ષની કેદ અને દંડ ફટકાર્યો હતો.

ખંભોળજ પોલીસે બાતમી ધારે 19મી મે, 19ના રોજ નમતી બપોરે સારસા ગામે ચૌહાણ વગા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં અનીફ ગુલામસિંહ ચૌહાણના મકાનનાં ધાબા પર બેસી જુગાર રમતાં નાસીરખાન સાદકખાન પટાણ (રહે. પેટલાદ), અજહરખાન અયુબખાન પઠાણ, રફીક ભીખા પઠાણ, અનવર કાલુ ચૌહાણ, જીવા રમેશ ચૌહાણ, ભીખા રામા ચૌહાણ (રહે. તમામ સારસા)ને જુગાર રમતાં પકડી પાડ્યાં હતાં.

આ દરોડામાં પોલીસે રોકડ સહિત કુલ રૂ.36 હજાર 050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસ આણંદના પાંચમા એડિશ્નલ જેએમએફસી ફર્સ્ટ કલાસના જજ એ.એસ. જાનીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ એસ.કે. રાવલ દ્વારા છ સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવા રજુ કરી દલીલો અને રજુઆત કરી હતી. જે ન્યાયધિશે ગ્રાહ્ય રાખી તમામને એક વર્ષની સાદી કેદની સજા અને દરેકને રૂ.500નો દંડ કર્યો હતો.

જો દંડ ન ભરે તો વધુ 10 દિવસની સાદી કેદની સજા ફરમાવી છે. આ ઉપરાંતમાં અન્ય કલમમાં છ માસની સાદી કેદ તથા દરેકને રૂ.300નો દંડ, દંડ ન ભરે તો વધુ 5 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ સજા અલગ અલગ ભોગવવાની હોવાથી કુલ દોઢ વર્ષની સજા અને રૂ. આઠ સોનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...