તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:આણંદ-પેટલાદ તાલુકામાં પાંચ પાંચ પોઝિટીવ કેસ, SBI બેંકના 12 કર્મીઓ શંકાસ્પદ પોઝિટીવ

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં ત્રણ સહિત તાલુકામાં 5,પેટલાદ તાલુકામાં 5 અને ખંભાત,સોજિત્રા અને ઉમરેઠમાં એક એક પોઝિીટીવ કેસ સાથે શુક્રવારના રોજ કુલ 13 પોઝિટીવ કેસ નોંધાયા છે.કુલ આંક 968 પહોંચ્યો છે. જયારે આણંદ શહેરમાં ત્રણ નવા કેસ સાથે આંકડો 330 પહોંચ્યો છે. જયારે પેટલાદ તાલુકમાં 60થી વધુ પોઝિટીવ કેસ નોંધાઇ ચુકયા છે.ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલા કેસ લઇને લોકોમાં ચિંતતા વ્યાપી ગઇ છે.આણંદ સ્ટેશન રોડ પર ડીએન હાઇસ્કુલ પાસે આવેલી એસબીઆઇ બેંકમાં 60 કર્ચમારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 12 શંકાસ્પદ પોઝિટીવ કેસ મળ્યા છે. આણંદ શહેર ભાથીજી મંદિર, ટાઉનહોલ,અને કરમસદ,લાંભવેલ અને ઓડ ગામે કોરોના પોઝિટીવ કેસ નોંધ્યા છે. જિલ્લામાં સતત વધી રહેલા કેસના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ રેપીડજ ટેસ્ટની કામગીરી વધારવામાં આવી છે. સાથે સાથે ધન્વતરી રથ દ્વારા આરોગ્ય વર્ધક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોના દર્દી નામ
લાંભવેલ ગામે ભાવનાબેન પટેલ(65), ઓડ કમલેશ પટેલ(43), આણંદ ભાથીજી મંદિર પાસે કરણનેશ બામણે (25), કરમસદમાં સૌરભ પટેલ(37), આણંદ ટાઉનહોલની સામે ભરતભાઇ (65), ખંભાત સુરેશભાઇ હરીભાઇ પટેલ(62), સુણાવ વિકાસ કુમાર પટેલ (39), પેટલાદ વિજયભાઇ પટેલ(60), મોરડ કિરણભાઇ બારૈયા (37) પેટલાદના જેસરવાૉમોનિકા આર પટેલ (28), પાળજ અનિતાબેન યોગેશ પરમાર (22), સોજીત્રા રીટાબેન ડી પટેલ(45), ઉમરેઠ ઘનશ્યામ બાબુબાઇ કાછીયા(69) સમાવેશ થાય છે.

આણંદ સ્ટેટ બેંક 5 કર્મીઓ સાથે ખુલ્લી રહેશે
આણંદ સ્ટેશન રોડ પર આવેલ સ્ટેંટબેંક ઓફ ઇન્ડિયામાં આરોગ્ય વિભાગ દ્વારા 60 કર્મચારીઓના રીપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12 કર્મચારીઓને શંકાસ્પદ પોઝિટીવ જણાતા બાકરોલ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સિનિયર સિટીઝનોને મુશકેલીઓના પડે તે માટે 5 કર્મચારીઓ માટે બેંક ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંક્રમણ અટકાવવા 16 ગામોમાં રેપીડ ટેસ્ટ કરાશે
કોરોના વાયરસનું સંક્રમણ જિલ્લામાં સતત વધી રહ્યું છે. જેમાં વધુ સંક્રમણ ધરાવતા જિલ્લાના 16 ગામોમાં રેપીડ ટેસ્ટની કામગીરી વધારી દેવામાં આવશે. જેમાં વાસદ ખાતે 200થી વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 4 શંકાસ્પદ કેસ મળ્યા છે. જયારે આગામી દિવસોમાં પેટલાદ તાલુકાના 7,આણંદ તાલુકાના 5,બોરસદ તાલુકાના 2 અને ખંભાત,સોજિત્રા તાલુકાના 1-1 ગામમાં તાલુકા હેલ્થ વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.> શાલિનીબેન ભાટીયા,ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ

અન્ય સમાચારો પણ છે...