ખંભાત શહેરમાં ગત 10મી એપ્રિલે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમોના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આ બનાવમાં દોડધામ મચી ગઈ હતી અને એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે ખંભાત પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, બનાવ બન્યા બાદ ગુનામાં સંડોવાયેલા શખસો ફરાર થઈ ગયા હતા. જેમને શોધી કાઢવા માટે આણંદ જિલ્લા પોલીસની એક ટીમ દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, બુધવારે પથ્થરમારામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને આણંદ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યા છે.
પોલીસ પૂછપરછમાં તેમના નામ-ઠામની પૂછપરછ કરતાં તૌફિક ઉર્ફે બાબો યુસુફ મલેક, તારીક મહમદ મલેક, સોહેલ મહમદહનીફ મલેક, મહેતાબહુસેન મૈયુદીન મલેક અને જાવીદ યુસુબ મલેક હોવાનું ખુલ્યું હતું. પોલીસે હાલમાં તમામ આરોપીઓને ઝડપી પાડી, અત્યાર સુધી તેઓ ક્યાં રોકાયા હતા તેની પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.