'આ બાળક મારૂ નથી':આણંદમાં પાંચ મહિના પહેલાં વિદેશથી આવેલા પતિએ સગર્ભા પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદમાં રહેતી પરિણીતાનો પતિ વિદેશ જતાં તે ચાર વર્ષની દિકરી સાથે પિયરમાં રહેતી હતી. પાંચ મહિના પહેલા પતિ વિદેશથી આવતા તે ફરી સાસરિમાં આવી ગઈ હતી. જોકે, હાલમાં જાણવા મળ્યું કે, પરિણીતા ગર્ભવતિ બની છે. આથી, તેનો પતિ ઉશ્કેરાયો હતો અને બાળક મારું નથી તેમ કહી પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે અંગે અભયમને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમાધાન કરાવ્યું હતું.

આણંદમાં રહેતી પરણીતાને પતિ વિદેશમાં રહીને કમાણી કરતો હતો.પરિણીતા તેની ચાર વર્ષની પુત્રી સાથે સાસરીમાં રહેતી હતી. પતિ દ્વારા પૈસા મોકલવામાં આવતા હતા. જોકે તે પૈસા સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપતાં હતાં. આથી કંટાળી પરણિતા પુત્રી સાથે પીયરમાં રહેવા જતી રહી હતી. દરમિયાન પાંચ મહિના પહેલા પતિ પરત ફરતા પત્નીને સાસરીમાં બોલાવવામાં આવી હતી. દરમિયાન પરિણીતા ગર્ભવતિ બની હતી. આથી, તેના પતિએ આ બાળક મારું નથી. હું તો અહીં હતો નહીં તારુ બીજા સાથે અફેર ચાલે છે. તેમ કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. જેના કરાણે પરણીતા પીયરમાં પરત ફરી હતી. જ્યાંથી તેણીએ અભયમને જાણ કરી હતી. 181 અભયમ દ્વારા પરણિતા સાથે પતિના ઘરે જતા તેણે હું ત્રણ મહિના પહેલા આવ્યો છું. આથી ચાર મહિનાનો ગર્ભમાં મારું બાળક નથી. તેમ રટ પકડી રાખી હતી. દરમિયાન અભયમ દ્વારા તેની વાપસીની ટીકીટ ચકાસતા તે પાંચ મહિના પહેલા આવ્યાનું જાણવા મળ્યું હતું. જોકે, પતિ પરણીતાને રાખવા તૈયાર ન હોવાથી અભયમ દ્વારા કાયદાકીય રીતે કાઉન્સિલીંગ કરીને સમાધાન કરવામાં આવ્યું હતું.

ચરોતરમાં નવરાત્રી નિમિતે મહિલાની સુરક્ષા માટે અભયમ ખડેપગ હાજર
ચરોતરમાં ચાલી રહેલ નવરાત્રી દરમિયાન છેડતી અથવા હેરાનગતીના બનાવ ન બને તે માટો અભયમ દ્વારા અગાવથી પગલા ભરવામાં આવ્યા છે. સરકાર દ્વારા મહિલાની સુરક્ષા માટે ખાસ ચાલુ કરવામાં આવેલ 181 અભયમની ટીમ નવરાત્રી નિમિતે ગરબા ગાઉન્ડ પર હાજર રહે છે. આથી તે સમયે કોઈ પણ પ્રકારનું અણછાજતું વર્તન અથવા હેરાન કરવામાં આવે તો તાત્કાલીક અભયમની ટીમને જમાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભયમની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરીને તેની સેવાને ઉપયોગ પણ કરી શકાય છે. અભયમની એપમાં લોકેશન ટ્રેક કરવાની સુવિધા આપવામાં આવી છે. જેમાં મહિલાનું લોકેશન પરીવારના એક માણસ અને અભયમની ટીમ પાસે રહે છે જેનાથી કટોકટીની પરીસ્થિતીમાં મહિલાને મદદ પહોચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...