રાજીનામું:સોજીત્રા પાલિકાના ઉપપ્રમુખ સહિત પાંચ સભ્યોના ભાજપના સભ્યપદેથી રાજીનામા

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાર્થક થતું નહીં હોવાથી રાજીનામા આપ્યાની ચર્ચા

સોજીત્રા પાલિકામાં જુદા જુદા વોર્ડમાંથીચૂંટાયેલા 5 સભ્યોએ ભાજપની નીતિઓ કંટાડી જઇને ભાજપના સભ્યપદે રાજીનામા આપતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ભાજપ દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રઅપનાવવામાં આવ્યું છે. પરંતુ સોજીત્રા ભાજપ શાસિત પાલિકામાં તેનો અમલ થતો નથી. સોજીત્રા ભાજપ સંગઠના કેટલાંક હોદેદારો ખોટી રીતે હેરાન કરીને બદનામ કરી રહ્યાં હોવાથી 5 સભ્યોએ સોજીત્રા શહેર ભાજપ પ્રમુખને પોતાનું રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

સોજીત્રા નગરપાલિકામાં વોર્ડ-1ના કાઉન્સિલરઅને પાલિકાના ઉપપ્રમુખ કલ્પનાબેન ઉમેશભાઇ મકવાણા,વોર્ડ નં-2ના રાહુલભાઇ અશોકભાઇ, વોર્ડ-3ના ઉન્નતીબેન ધર્મેશભાઇ રાણા, વોર્ડ નં-4ના જીગ્નેશ અશ્વિનભાઇ કા.પટેલ અને વોર્ડ-5ના કોકીલાબેન લક્ષ્મણભાઇએ ભાજપના સભ્યે પદે રાજીનામું આપતો પત્ર સોજીત્રા શહેર ભાજપ પ્રમુખને મોકલી આપ્યો છે.

જેને લઇને શહેરના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. આ તમામ કાઉન્સિલરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સોજીત્રા ભાજપ સંગઠનના કેટલાંક હોદેદારો તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યાં છે. તેમના વિસ્તારના વિકાસનાકામો ધ્યાને લેવામાં આવતાં નથી.બીજી બાજુ શહેરમાં એવી ચર્ચોઓ ચાલીરહી છે કે પાલિકાના કામો ભાગબટાઇ લડાઇમાં આ કાઉન્સિલરોએ રાજીનામ આપ્યાં છે. જેને લઇને શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...