107 તળાવના ઇજારાદારોના ઇજારા રદ:આણંદ જિલ્લાના 107 તળાવોના મત્સ્ય પ્રવૃત્તિના ઇજારા રદ કરાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ ઇજારા નીતિ-2003 મુજબ ઇજારદારોને કડક સંદેશો પાઠવતા જિલ્લા વિકાસ અધિકારી

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયત હસ્તકના તળાવો મત્સ્ય ઉદ્યોગ માટે જે તે પંચાયત દ્વારા ઠરાવ કરીને મત્સય ઉદ્યોગની પરમીશન લઇને ઇજાર પર આપવામાં આવે છે. આણંદ જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ માટે 107 તળાવ ભાડે લેનાર ઇજારાદારો નિયમોનો ભંગ કરીને સમયમર્યાદામાં ઇજારાની રકમ મત્સ્ય ઉદ્યોગ કચેરી ભરી નથી. જે બાબતે વારંવાર ઇજારાદારોને જણ કરવા છતાં રકમ ભરતાં ન હતા.જે બાબત આણંદ ડીડીઓ ધ્યાને આવતાં ડીડીઓ 107 તળાવના ઇજારાદારોના ઇજારા રદ કરી દેતાં મત્સ્યુ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ફફડાટ વ્યાપી ગયો છે.

જિલ્લાની મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા જિલ્લામાંથી ગ્રામ પંચાયતોના સહમતી ઠરાવો જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીના ચેરમેનપદે રચવામાં આવેલ મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થામાં મૂકવામાં આવે છે. જિલ્લામાંથી પ્રાપ્ત થયેલ ગ્રામ પંચાયત હસ્તકના તળાવોમાં મત્સ્ય પ્રવૃત્તિ માટે સ્પર્ધાત્મક ટેન્ડરીંગથી સ્પર્ધાત્મક ભાવો મંગાવવામાં આવે છે. જેમાં આવેલ સૌથી વધુ ભાવ ભરનારને જે તે ગ્રામ પંચાયતનું તળાવ પાંચ વર્ષ માટે મત્સ્ય પ્રવૃત્તિ માટે તળાવ ઇજારા નીતિ-2003 અંતર્ગત શરતો અને બોલીઓને આધીન ઇજારાથી આપવામાં આવે છે.

જે તે ઇજારદારને તળાવ ઇજારા નીતિ-2003 મુજબ મત્સ્ય પ્રવૃત્તિ માટે તળાવનો પાંચ વર્ષ માટે ઇજારો આપવામાં આવ્યા બાદ ઇજારા મુજબની રકમ દર વર્ષે મત્સ્યોદ્યોગ કચેરીમાં નિયત કરવામાં આવેલ સમયમર્યાદામાં ભરવાની રહેતી હોય છે. જે તે ઇજારદાર દ્વારા મત્સ્યોદ્યોગ કચેરીમાં જમા કરાવવામાં આવેલ રકમ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા જે તે ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવે છે.

પરંતુ તળાવ ઇજારા નીતિ-2003મુજબ જિલ્લાના 107 ઇજારદારો કે જેઓએ ટેન્ડર પધ્ધતિથી ટેન્ડરની શરત અને બોલીઓને આધીન ઇજારો મેળવ્યા બાદ શરતોનો ભંગ કરી નિયત સમયમર્યાદામાં ઇજારાની રકમ મત્સ્યોદ્યોગ કચેરીમાં ન ભરતાં આવા ઇજારદારોના ચેરમેન મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થા અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ મત્સ્ય પ્રવૃત્તિના ઇજારા રદ કરી દઇને તળાવ ઇજારા નીતિ-2003 મુજબ મત્સ્ય પ્રવૃત્તિનો ઇજારો ધરાવતા જિલ્લાના અન્ય ઇજારદારોને કડક સંદેશો પાઠવ્યો છે કે, તળાવ ઇજારા નીતિ-2003નું જો જે તે ઇજારદાર દ્વારા શરતો અને બોલીઓનો ભંગ કરવામાં આવશે તો તેઓની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...