ચુંટણીના પડઘમ:ચુંટણીમાં ઉપયોગમાં લેવાના ઈવીએમ, VVપેટની ફસ્ટ લેવલની ચકાસણી શરૂ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2900 બેલેટ યુનિટ, 2700 કંટ્રોલ યુનિટ, 2900 વીવીપેટ ફાળવ્યાં

વિધાનસભા ચુંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ત્યારે આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી 2022માં ઉપયોગમાં લેવાના ઈ.વી.એમ, વીવીપેટની ફસ્ટ લેવલ કક્ષાની ચકાસણીની કામગીરી આણંદના ઈ.વી.એમ. વેરહાઉસ ખાતે શરૂ કરવામાં આવી છે. જેમાં આણંદ જીલ્લામાં કુલ–2900 બેલેટ યુનિટ, 2700 કંટ્રોલ યુનિટ અને 2900 વીવીપેટ અને કુલ-14 ઈજનેરો ચકાસણી માટે ફાળવવામાં આવેલ છે. હાલમાં યુધ્ધના ધોરણે રાજકીય પ્રતિનિધીની હાજરીમાં જ કંટ્રોલ યુનિટ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી રહેલ છે.

આણંદ ચૂંટણી વિભાગના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં કુલ-7 વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં આણંદ જીલ્લામાં કુલ–2900 બેલેટ યુનિટ, કુલ–2700 કંટ્રોલ યુનિટ અને કુલ-2900 વીવીપેટ અને કુલ-14 ઈજનેરો રાજકીય પ્રતિનિધીની હાજરીમાં જ કંટ્રોલ યુનિટ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવે છે.

આ ચકાસણીની કામગીરી ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિ., બેંગ્લોરના ઈજનેરો દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં ઈજનેરો દ્વારા દરેક મશીનની ટેકનિકલ બાબતોની ચકાસણી અને મશીન મતદાન માટે યોગ્ય છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવે છે. તેમાંથી જુના ડેટા દૂર કરાશે અને મશીનની સાફ-સફાઈ પણ કરવામાં આવશે. આ મશીનો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપનીના M-3 પ્રકારના છે.

અન્ય સમાચારો પણ છે...