ભાસ્કર વિશેષ:આણંદ સિવિલમાં પ્રથમવાર ઘૂંટણ પ્રત્યારોપણનું ઓપરશન કરાયુંં

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને સામાન્ય પ્રજાના સ્વાસ્થ્ય માટે કલ્યાણકારી સાબિત થઈ છે - કલેકટર

આણંદ જનરલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં સૌ પ્રથમ વખત ઘૂંટણ પ્રત્યારોપણ ની સર્જરી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવેલ ઘૂંટણ પ્રત્યારોપણની સફળતાપૂર્વક સર્જરીના દર્દી કમળાબેન પ્રજાપતિને રજા આપવાના અવસરે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ આણંદ જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દી કમળા બેનને જરૂરી દવાઓ સહિત કેસ પેપર્સ હાથો હાથ આપ્યા હતા અને કમળાબેન ને સારા આરોગ્યની શુભેચ્છા પાઠવી હતી.

કલેકટરએમ.વાય દક્ષિણીએ જણાવ્યુ કે આ આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઘૂંટણના પ્રત્યારોપણનું ઓપરેશન સી. ડી.એમ.ઓ ડૉ. અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડૉ.પ્રતીક રાઠોડ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ. જનરલ હોસ્પિટલની ઘૂંટણ પ્રત્યારોપણની સારવારની સુવિધા લોકો માટે ઉપયોગી બની રહેશે.

વધુમાં તેમણે આવા ઓપરેશનથી મહિલાઓ અથવા પુરુષો કે જેને ઘૂંટણની તકલીફ હોય એ લોકો ઘૂંટણની સમસ્યાઓની સારવાર વિનામૂલ્યે કરાવી શકે તે માટેની સફળ અને સુદ્રઢ શરૂઆત બદલ આણંદ જનરલ હોસ્પિટલના સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. આણંદ જિલ્લામાં થોડા દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલ દ્વારા સ્તન કેન્સર નિદાન શરૂ કરવામા આવેલ છે. સરકારશ્રીની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ સામાન્ય અને ગરીબ પ્રજાજનોને માટે કલ્યાણકારી સાબિત થઈ રહી હોવાનું જણાવ્યું હતું.

સી.ડી.એમ.ઓ ડૉ. અમર પંડ્યા એ આ અવસરે ઘુંટણની તકલીફથી પિડાતા હોય એવા દરેક નાગરિકને આણંદ જનરલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ ઘૂંટણ પ્રત્યારોપણ ઓપરેશનની નવી સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...