ગૌરવ:રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શિક્ષક પ્રતિકભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ મોમીનસુથાર નાસીરહુસેન અબ્દુલકાદિર તથા વાટલિયા બંસરી મહેશકુમાર દ્વારા ‘‘આપણા વિસ્તારમાં જોવા મળતા વિવિધ પક્ષીઓ અને તેના પર થયેલ શહેરીકરણની અસર’’ વિષય ઉપર સંશોધન કાર્ય તૈયાર કરવામાં આવ્યું. આ સંશોધનને ખેડા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે. અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સુનિલકુમાર પંડ્યા તથા આચાર્ય રાહગીરભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...