રસીકરણ:આણંદ જિલ્લામાં બે દિવસમાં 74 હજારને રસીનો પ્રથમ ડોઝ

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 12.41 લાખમાંથી 3 લાખ લોકોએ રસીના બંને ડોઝ લીધા

આણંદ જિલ્લામાં આખરે સરકારે બે દિવસથી 40 હજાર જેટલા ડોઝ ફાળવતા રસીકરણની કામગીરીમાં 300 ટકાનો ઉછાળો નોંધાયો છે. 12મી ઓગસ્ટ સુધીમાં દૈનિક 12 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. જો કે બે દિવસથી દૈનિક 35 હજારથી વધુ લોકોને આપાઈ છે. જેમાં પ્રથમ ડોઝ બાકી હોય તેવા લોકોને રસી આપવામાં આવી રહી છે.આમ બે દિવસમાં 74 હજાર લોકોને રસી મુકાઈ છે.

ઓગસ્ટના પ્રથમ 12 દિવસમાં 1.40 લાખ લોકોને રસી આપાઈ હતી. જયારે શુક્રવારે 37583 લોકો અને શનિવારે 36675 રસી મુકાઈ હતી. આમ જિલ્લામાં 1241537 લોકોને વેક્સિન અપાઇ ચુકી છે.તેમાં 3 લાખ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. જયારે આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 221 કેન્દ્ર પર રસી મુકવાની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં જિલ્લામાં વધુ ને વધુ લોકોને રસી મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે શનિવારે એક પણ નવો પોઝિટીવ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...