હર ઘર તિરંગા:આણંદની પોસ્ટ ઓફિસમાંથી પ્રથમ દિને 100 ત્રિરંગાનું વેચાણ

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ વેચાણ શરૂ
  • જિલ્લાની 44 સબ બ્રાન્ચમાંથી પણ વિતરણ

ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના ભારતીય પોસ્ટ વિભાગ આણંદ દ્વારા આગામી તા. 13 થી તા.15 મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન ને તેજ બનાવવાના ભાગ રૂપે દરેક પોસ્ટ ઓફિસ ખાતે નિયત સાઈઝ ના ત્રિરંગાનું વેચાણ શરૂ કરી દેવાયું છે. પ્રથમ દિવસે શહેરીજનોને 100 જેટલા ત્રિરંગો ખરીદી કરવામા આવી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે આણંદ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર દીપકભાઈ પંચાલે જણાવેલ કે ભારત સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકને પોતાના દેશ માટે ગર્વ અને દેશપ્રેમ વધે તેવા આશય સાથે હર ઘર તિરંગા અભિયાન હેઠળ આણંદ - ખેડા જિલ્લાની 44 સબ બ્રાન્ચ અને હેડ પોસ્ટ ઓફિસ આણંદ ખાતેથી તિરંગો વેચાણ શરૂ કરાયું છે.

જે પ્રારંભ સાથે પ્રથમ દિવસે 51 ઝંડા વેચાયા છે.તેમજ નાની પોસ્ટ ઓફિસો ખાતે 15 થી 20 તિરંગો ઝંડા વેચાણ અર્થે ફાળવી દેવાયા જે જેની કિંમત રૂપિયા 25 રાખેલ છે.જેમાં હાલ પોસ્ટ વિભાગ દ્વારા માત્ર 25 X 30\” સાઇઝના સિલ્ક કાપડના તિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે.આ સાથે નાગરિકોને તિરંગા નું માન જણવાય એ રીતે ફરકાવવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...