તારીખ બદલાઇ:પહેલા ચાય પે ચર્ચા, શાળામાં પરીક્ષા હવે 28મીથી શરૂ થશે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 9થી 12ની પરીક્ષા તારીખ બદલાઇ
  • બીજી પ્રિલિમનરી પરીક્ષા 27 મીથી શરૂ થવાની હતી

વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લઈને આણંદ જીલ્લાની શાળાઓમાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે આગામી 27મી જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ 28મી જાન્યુઆરીથી પરીક્ષા શરૂ કરવાનો પરિપત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આણંદ જિલ્લાની ધોરણ 9થી 12ની તમામ 1024 શાળાના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા એક દિવસ મોડી શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે ચર્ચા કરશે.

જો કે ધોરણ 9થી 12ની સ્કૂલની બીજી પ્રિલીમ પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી યોજાવવાની હતી. પરંતુ 27 જાન્યુઆરીએ વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાવાનો હોવાને કારણે આ પરીક્ષાનું આયોજન 28થી 6 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એકંદરે પરીક્ષા હવે એક દિવસ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.9થી 12ના બોર્ડના વિદ્યાર્થીઓની પ્રી-બોર્ડની પરીક્ષા આ દીવસોમાં લેવાનાર છે.

અન્ય સમાચારો પણ છે...