તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કોલર વિદ્યાર્થીઓમાં ભારે હતાશા:પહેલાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, બાદમાં પરીક્ષા રદ કરી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પહેલાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં પ્રથમ જુલાઈથી પરીક્ષા લેવાશે અને ક્યાં દિવસે કઈ પરીક્ષા યોજાશે તે જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સોશ્યલ મીડિયા પર પ્રથમ વાઈરલ થયો હતો. મોટાભાગના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા કાર્યક્રમ એકબીજાને ફોરવર્ડ પણ કર્યા હતા. દરમિયાન, સીબીએસસી પરીક્ષા રદૃ થયા બાદ થોડાં જ સમય બાદ ગુજરાત સરકારે પણ પરીક્ષા રદૃ કરવાની જાહેરાત કરવામાં આવતા સ્કોલર વિદ્યાર્થીઓમાં ભારે હતાશા જોવા મળી હતી.

નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન રહેશે
આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન્સ – માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે. દરમિયાન, બીજી તરફ આગામી 7 મી જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્ર પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતિને અનુલક્ષીને યથાવત રહેશે. > જી.ડી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, આણંદ

ઈન્ટર્નલ પરીક્ષાના આધારે પરિણામ બનશે તો અઘરૂ પરિણામ આવશે
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જો પ્રવેશ પરીક્ષા ન યોજાય અને ઈન્ટર્નલ પરીક્ષાના આધારે પ્રવેશ આપવામાં આવે તો પણ અધરૂં પરિણામ આવી શકે છે. કારણ કે, મોટાભાગના બોર્ડના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ઈન્ટર્નલ પરીક્ષાને ગંભીરતાથી લેતા હોતા નથી. કારણ કે તેના માર્કસ બોર્ડની પરીક્ષામાં ઉમેરાતા નથી. જો ઈન્ટર્નલ પરીક્ષાના આધારે પરિણામ નક્કી કરવામાં આવે તો ઉલ્ટું પરિણામ પણ આવી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ ગંભીરતાથી આપી ન હોય ઈન્ટરનલ પરીક્ષામાં તેઓનું સારૂં પરિણામ હોતું નથી. જથી ઈચ્છેલું પરિણામ ન પણ મળે.

અન્ય સમાચારો પણ છે...