આગ:આણંદના સત્યેન્દ્ર પેકેજીંગના ખુલ્લા પ્લોટ પડેલા કચરામાં આગ લાગી, ફાયર વિભાગે આગ કાબુમાં લીધી

આણંદ14 દિવસ પહેલા
  • કંપની શરૂ થઈ ત્યારથી આજ સુધી ફાયરસેફટી ઉભી કરાઈ જ નથી: આણંદ ફાયર ઓફિસર

આણંદ જિલ્લાના મોગર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સત્યેન્દ્ર પેકેજિંગના પ્લાન્ટના ખુલ્લા કચરાળું પ્લોટમાં આગ લાગી હતી. સામાન્ય જણાતી આ આગ કંપની મેનેજમેન્ટ અને ફાયર અને વહીવટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. ફાયર એનઓસી નહીં લઈ કંપનીએ ઘોર બેદરકારી દાખવી છે. આગની ઘટના બનતા અફડાતફડી મચી હતી. આણંદ ફાયર ફાયટરની ટીમે ત્વરિત ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આણંદના મોગરમાં સત્યેન્દ્ર પેકેજીંગ નામની પ્લાસ્ટિક બરદાનના વ્યવસાય સાથે સંકળાયેલા કંપના પ્રોડક્શન વેસ્ટ પડેલા ખુલ્લા પ્લોટમાં આગની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિક શ્રમિકોમાં અને કર્મચારીઓમાં દોડભાગ મચી હતી. આ ઘટના અંગે આણંદ ફાયર બ્રિગેડને ટેલિફોનિક જાણ થતા ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોરની આગેવાનીમાં સમગ્ર ફાયરબ્રિગેડનો સ્ટાફ 3 ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળ ઉપર પહોંચી આગને ખૂબ જેહેમતે કાબુમાં લીધી હતી. જોકે, સત્યેન્દ્ર પેકેજીંગ ઇન્ડસ્ટ્રીની ગામમાં અંદર આગ લાગે હોવાના કારણે સલામતીના ભાગરૂપે વલ્લભવિદ્યાનગર ફાયર વિભાગને જાણ કરીને તેને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ નથી.

આ અંગે આણંદ ચીફ ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોર સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ફેકટરીમાં ક્યાંય ફાયરસેફટીની સુવિધા નથી. કંપની દ્વારા આ અંગે બેદરકારી દાખવવામાં આવી છે.કંપની એવી દલીલ કરે છે કે આ જગા બુલેટ ટ્રેનના સંપાદનમાં ગઈ હોય કંપની અન્યત્ર સ્થળાંતર કરવાની હોઇ નવી જગાએ ફાયર સેફટીની સુવિધા ઉભી કરીશુ.

અન્ય સમાચારો પણ છે...