તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કરમસદ બ્રાન્ચ પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાં આગ, CPU,CCTV કેમેરા મોનીટર બળી ગયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સતત એક કલાક સુધી પાણીનો મારો કરીને આગ બુઝાવી - Divya Bhaskar
સતત એક કલાક સુધી પાણીનો મારો કરીને આગ બુઝાવી

કરમસદ ગામે સદના તલાડી પાસે આવેલી બ્રાન્ચ પ્રાથમિક શાળાની ઓફિસમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ કારણસર આગ ભભૂકી ઉઠતાં માલસામાન ખાખ થઇ ગયો હતો. કરમસદ ગામે સદના તલાવડી વિસ્તારમાં બ્રાન્ચ પ્રાથમિક શાળા આવેલી છે.રવિવાર હોવાથી શાળા બંધ હતી.ત્યારે સવારે શાળામાં આવેલી આચાર્યની ઓફિસમાં અચાનકજ આગ લાગી હતી.જેના કારણે ધુમાડાના ગોટા બહાર નીકળતાં આજુબાજુના લોકો દોડી ગયા હતા.તેઓ તાત્કાલિક શાળા સંચાલકોને જણ કરી હતી.તેથી તેઓએ વિદ્યાનગર ફાયરબ્રિગેડને જણ કરી હતી.

જેથી વિદ્યાનગર અને કરમસદ ફાયરબ્રિગેડના લાશ્કરો પહોંચી ગયા હતી.તેઓએ સતત એક કલાક સુધી પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી.ઓફિસમાં આગ શોટસર્કિટ કે અન્ય કોઇ કારણસર લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું આ આગમાં કોમ્પ્ટુટર સીપીયુ, સીસીટીવી કેમેરાનું મોનીટર,ફ્રીજ સહિત ટેબલ અને ફર્નિચર બળી ખાખ થઇ ગયા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો