ભીષણ આગ:આણંદના ગામડીમાં ચિકોરીના ગોડાઉનમાં આગ લાગી, પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ અને વિદ્યાનગર ફાયર બ્રિગેડના ત્રણ વાહનોએ દોઢ કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

આણંદના ગામડી ગામે રવિવારની બપોરે ચિકોરીના ગોડાઉનમાં એકાએક આગ ભડકી ઉઠી હતી. જેથી આણંદ અને વિદ્યાનગરના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમે દોઢેક કલાક પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી.

આણંદના ગામડી ગામે નેશનલ હાઈવે નજીક આવેલા ચિકોરીના ગોડાઉનમાં રવિવારના રોજ આગ ભડકી હતી. જેની જાણ આણંદના ફાયર બ્રિગેડને કરતાં ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, આગ વધુ વિકરાળ બનતાં વિદ્યાનગર ફાયરની પણ મદદ લેવામાં આવી હતી. ત્રણ વાહનો દ્વારા દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, તે પહેલા ઘણું નુકસાન થયું હતું. પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં તેનો ઉપયોગ કરી શક્યાં નહતાં. આ ઉપરાંત પાણીનો બોર હતો. પરંતુ વિજળી ગુલ થઇ જતાં તે પણ કામમાં આવ્યો નહતો.

આ અંગે ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આ વિસ્તાર આણંદ ગ્રામ્યમાં આવતો હોઈ વહીવટી રીતે તેની ફાયર સેફટી ચકાસવાની કામગીરી અમારી પાસે નથી. પરંતુ ફાયરસેફટી માટે નોટિસ આપી નિયમ મુજબની કાર્યવાહી કરી જે તે સંલગ્ન કચેરીને જાણ કરીશુ.

અન્ય સમાચારો પણ છે...