તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેરના ભાલેજ રોડ પર આવેલા રેડ સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલી બેંક ઓફ બરોડાનાં એટીએમ ચેમ્બર્સમાં રવિવાર વહેલી સવારનાં સાડા ચાર વાગ્યાનાં સુમારે શોર્ટ સરકીટ થતા આગ ફાટી નિકળી હતી અને જાેત જાેતામાં આગ પ્રસરતા એટીએમ ચેમ્બર્સ ભડ ભડ સળગી ઉઠતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનાં લાસ્કરો ધટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી,આગમાં બે એટીએમ મશીન અને સેલ્ફ ડીપોઝીટ મશીન આગમાં બળીને ખાખ થઈ ગયા હતા,જાે કે એટીએમ મશીનોમાં લાખો રૂપિયાની રોકડ રકમ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.
આણંદ શહેરમાં ભાલેજ રોડ પર રેડ સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલી બેંક ઓફ બરોડાનાં એટીએમ ચેમ્બર્સમાં રવિવારે વહેલી સવારનાં સાડા ચાર વાગ્યાનાં સુમારે આગ ફાટી નિકળી હતી,અને જાેત જાેતામાં એટીએમ મશીનો અને ચેમ્બર્સ આગની લપેટોમાં લપેટાઈને ભડભડ સળગી ઉઠી હતી,જેને લઈને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે ફાયર બ્રિગેડનેે જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડનાં લાસ્કરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી,આગમાં એટીએમ ચેમ્બર્સમાં આવેલા બે એટીએમ મશીન,સેલ્ફ ડીપોઝીટ મશીન,તેમજ ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા,જે અંગે આણંદ ટાઉન પ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.જો કે એફ.એસ.એલ રીપોર્ટબાદ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાશે.
એજન્સી આવ્યા બાદ કેટલી રોકડ રકમ બળી તે જાણી શકાશે
એટીએમ મશીનનાં સ્ટ્રોંગ ચેમ્બર્સમાં કેટલી રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ છે,તે જાણી શકાયું નથી.એટીએમ મશીનમાં રોકડ રકમ જમા કરનારી મુંબઇની એજન્સીનાં કર્મચારીઓ સોમવારે આવીને એટીએમ મશીનની સ્ટ્રોંગ ચેમ્બર્સનાં લોક ખોલી તપાસ કરે ત્યારબાદ જ જાણી શકાશે કે એટીએમ મશીનમાં કેટલી રોકડ રકમ હતી અને કેટલી રકમ સળગીને ખાખ થઈ ગઈ છે.- અજયકુમાર, મેનેજર BOB ભાલેજ રોડ
એટીએમમાં આગ લાગવાની જુદી-જુદી ત્રણ ઘટના બનેલી છે
આણંદ શહેર અને વિદ્યાનગર આવેલા જુદી જુદી બેંકોના એટીએમ મશીનોમાં ત્રીજી ઘટનાબનેલ છે. જેમાં સૌ પ્રથમ વિદ્યાનગર નલીની કોલેજો પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં આગ લાગી હતી.ત્યારબાદ ટાઉન હોલ પાસે આવેલા એસબીઆઇ બેંકના એટીએમમાં આગલાગી હતી અને રવિવારે ભાલેજ રોડ પર આવેલ બેંક ઓફ બરોડા એટીએમમાં આગ લાગી હતી.
આગના પગલે ચેમ્બર્સમાં આવેલી ઉપરની દુકાનો બોર્ડ બળીને ખાખ
આગનાં કારણે આસપાસમાં તેમજ એટીએમ ચેમ્બર્સની ઉપર આવેલી દુકાનો ઓફીસો તેમજ એક કલીનીકનાં બોર્ડ બળી ગયા હતા જયારે ઓફીસનાં કાચનાં દરવાજા ગરમ થતાં તુટી ગયા હતા.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.