આણંદ જિલ્લામાં બોરકુવા સહિત અન્ય સ્ત્રોત થકી પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધી ગયો હોવાથી ભૂર્ગભજળ ઝેરી કેમીકયુકત બની ગયા છેે. ક્ષારનું પ્રમાણ વધી જતાં ટીડીએસ વધી જતાં બિન પીવાલાયક બની રહ્યાં છે.જના કારણે શરીરના દુઃખાવા સહિત પથ્થરીના , કીડની રોગોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે રાજય સરકાર જનતાને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો હાથધરવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ઉમરેઠ તાલુકાના 39 ગામો અને 72 પરા વિસ્તારને મહીસાગર નદીમાં શુધ્ધ પાણી પુરૂ પાડવાનો પ્રોજેકટ પૂર્ણ કર્યો છે. ત્યારે આંકલાવ તાલુકાના 34 ગામો ને મહીસાગર નદીમાંથી શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.જેમાં આણંદ તાલુકાના કેટલાંક ગામોને આવરી લેવામાં આવશે.
આંકલાવ તાલુકાના 2.80 લાખ લોકો છેલ્લા બે દાયકાથી બોરકુવા કે કુવા પાણી પર નિભર છે. પરંતુ હાલમાં ભૂર્ગભ જળમાં કેમિકલ અને ક્ષારનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી પીવા લાયક રહ્યાં નથી. ત્યારે આગામી દાયકામાં પીવાના પાણી સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા આંકલાવ તાલુકા પાણી પુરવઠા જૂથ યોજના અંતર્ગત તાલુકાના 34 ગામો અને આસપાસના 20 ગામોમાં શુધ્ધ પીવાના પાણી પુરપાડા માટે પ્રોજેકટ હાથધર્યો છે.
આંકલાવ તાલુકાના ભાણપુરા મહીસાગર નદીમાં ઇન્ટેક વેલ બનાવાની પાઇપ લાઇન દ્વારા પીવા માટે શુધ્ધ ફિલ્ટર યુકત પાણી પુરૂ પાડવા માં આવશે. જે માટે પાણી પુરવઠા વિભાગ દરેક ગ્રામ પંચાયતને જણ કરીને તેઓને આ જૂથ યોજનામાં જોડવા માટે જણાવવામાં આવ્યું છે.
ઉમરેઠ તાલુકના 39 ગામો અને 72 પરા વિસ્તારમાં આયોજન
આણંદ જિલ્લા પાણી પુરવઠા દ્વારા ઉમરેઠ તાલુકાના 39 ગામો અને 72 પરા વિસ્તારને બે પુરવઠા યોજના હેઠળ અહિમા પાસે મહીસાગરમાં ઇન્ટેક વેલ બનાવીને પાણી પુરૂ પાડવાની યોજના કામ પૂર્ણ થઇ ગયું છે.તેમાં સફળતા મળ્યા બાદ અન્ય તાલુકામાં તેનો અમલ કરવા આવ્યો છે. જેમાં આંકલાવ તાલુકામાં હાલ યોજના હેઠળ પાણી પુરૂ પાડવાનું આયોજન કરાયું છે
ગામના હિતમાં પંચાયતે પાણી પુરવઠા યોજનામાં જોડાવું જોઇએ
આંકલાવ તાલુકના એકપણ કામમાં ઓછા ટીડીએસ વાળુ પાણી જોવા મળતું નથી.તેમજ મોટાભાગના ભૂર્ગભ જળમાં કેમીકલ યુકત પાણી બની ગયા છે. જેના કારણે ગામડાઓમાં બિમારી પ્રમાણ વધી ગયું છે. ત્યારે ગામમાં સુખાકારી જળવાઇ રહે તેમ ગામ લોકો સ્વસ્થ રહે તે માટે તમામ ગામોએ પાણી પુરવઠા યોજનામાં જોડાવા તાલુકાના આગેવાનો જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.