બ્લોક બસ્ટર RRR સહિતની ફિલ્મની શૂટિંગ માટે પસંદ કરાયેલા હેરિટેજ લૂકવાળા ધર્મજમાં હવે શૂટિંગ નહીં કરવા દેવા ગ્રામસભાએ ઠરાવ કર્યો છે. ધર્મજ NRI લોકોનું ગામ તરીકે પણ ઓળખઆય છે. અહીં અત્યાર સુધી RRR, રો અને તેલુગુ સહિત અન્ય ભાષાની 10થી વધુ ફિલ્મો અને વેબ સિરિઝના અસંખ્ય શૂટિંગ થયા છે. શૂટિંગ માટે જાણીતા બનેલા ધર્મજ ગામના ગ્રામજનોએ અગાઉ શૂટિંગ માટે 1 દિવસનો ચાર્જ રૂા 25 હજાર લેવાતો હતો. જે રાતોરાત વધારીને 1 લાખ કરી દેવાતામાં મામલો જિલ્લા કક્ષાએ પહોંચ્યો હતો.
આ અંગે અધિક કલકેટર અને ડીડીઓ ગ્રામ પંચાયતને શુટિંગ ભાવ વ્યાજબી લેવા જણાવ્યું હતું. પરંતુ ધર્મજના ગ્રામજનોએ હવે ધર્મજમાં કોઇ પણ ફિલ્મ કે વેબ સિરિઝના શૂટિંગ માટે જગ્યા નહી આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને અગાઉ પ્રોડયુસરો બુકિંગ કરાવ્યું હતું તે પોડયુસરો મુશ્કેલીમાં મુકાયા છે. આઝાદી પહેલા ધર્મજ ગામની રચના પેરીસની ગલીઓની જેમ કરાઇ હતી. જ્યાં વર્ષો જૂના મકાનો હેરિટેજ લૂકના કારણે ધ્યાન ખેંચે છે.
શૂટિંગથી ગામમાં હાલાકી પડતી હતી
ધર્મજમાં શુટિંગ વેળા ગલીઓ બંધ થતાં અવરજવરમાં મુશ્કેલી સહિતના મુદાને લઇને ગ્રામજનોની સભામાં હવે ધર્મજ ગામમાં કોઇ પણ પ્રકારના શુટિંગને મંજૂરી નહી આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. - મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.