તંત્રની નફ્ફટાઈ:આણંદ જમીન માપણી વિભાગમાં 2273 અરજીઓનો ભરાવો

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જમીન માપણી વિભાગમાં છેલ્લા કેટલાંક સમયથી સ્ટાફના અભાવે મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે. કોરોનાની મહામારીને કારણે પણ કામગીરી ધીમી ચાલી રહી છે. જેના કારણે 2276 જેટલી અરજીઓ પેન્ડીંગ છે. જો કે, ગત માસે 376 અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેનીસામે 273 અરજી નવી આવી છે. હાલમાં માપણી વિભાગમાં ત્રણ કર્મચારીની ઘટ છે. તેના કારણે કામગીરી અટવાઇ ગઇ છે.

આણંદ જિલ્લાની જમીન માપણી શાખામાં અરજદારો દ્વારા કરવામાં આવેલી રૂટીન 2273 અરજીઓ પર હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તેના કારણે જિલ્લામાં જમીન વિવાદ વધી રહ્યા છે . જો નિયમ અનુસાર જોવા જઈએ તો તાત્કાલિક માપણી માટે કરેલી અરજીનો મહતમ એક મહિનામાં નિકાલ થઇ જોવા જોઇએ પરંતું તાત્કાલિક માપણી માટે ફી ભરીને અરજદારે કરેલી અનેક અરજીઓ મહિનાઓનો સમય વિતિ ગયો હોવા હજુ પણ પેન્ડીંગ છે. અને માપણી થઈ ગયેલા કેસો પણ મહિના સુધી માપણી સરવેયર દ્વારા કચેરી ખાતે જમા કરાવવામાં આવતા નથી.જેના કારણે અરજદારને વહેલી તકે માપણી સીટની નકલ પણ મળી શકતી નથી.

જમીન માપણી અધિકારી અંકિતાબેન પટેેલે જણાવ્યુ હતુ કે, આણંદ જિલ્લા જમીન માપણી વિભાગમાં દર મહિને 350થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. ચાલુ મહિને 376 અરજીઓનો નિકાલ કર્યો છે. તેની સામે 273 જેટલી નવી અરજીઓ આવી છે.જયારે કોરોના મહામારીને કારણે અટકેલ કામ પેન્ડીંગ છે.તેનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ સ્ટાફનો અભાવ હોવાથી કામનું ભારણ વધી જતાં પેન્ડીંગ અરજી વધી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...