આણંદ શહેરના પોશ વિસ્તારમાં બાકરોલ ટી પોઇન્ટ થી એલીકોન થઇને મોગરીને જોડતો રાજપથ માર્ગ 6 વર્ષ અગાઉ ડે કેનાલ પર બનાવવામાં આવ્યો હતો. જે તે વખતે તત્કાલિન ક્લેકટરે રાતોરાત ફોરલેન ડામર રોડ બનાવ્યો હતો. પરંતુ જે તે વખતે તેની નિભામણીની જવાબદારી નક્કી થઇ ન હતી. જેના કારણે હાલ બિસ્માર રોડ થઇ ગયો છે. મોટા મોટા ગાબડા પડી ગયા છે. તેમ છતાં છેલ્લા 6 માસથી સમારકામ કરવામાં આવતું નથી. આણંદ નગરપાલિકા કહે છે. અમારામાં આ માર્ગ આવતો નથી.જયારે અવકુંડા કહે છે. અમે ટુંક સમયમાં ટેન્ડર પક્રિયા હાથ ધરીને માર્ગનું સમારકામ કરાશે.
આવું રટણ છેલ્લા છ માસથી અવકુડા અધિકારી કરી રહ્યાં છે. જેના કારણે પ્રજાને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. જેને લઇને વાહનચાલકો અને 200થી વધુ સોસાયટીના રહીશો રોષ વ્યકત કરી રહ્યા છે કે રાજપથના મસ મોટા ખાડા પૂરો કાંતો રોડનું નામ બદલી નાખો.આણંદ શહેરના બાકરોલ ટી પોઇન્ટ થી એલીકોનને જોડતા અઢી કિમીના રોડ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે.
દર વખતે માત્ર માટી અને મેટલ નાંખીને પુરાણ કરવામાં આવે છે પરંતુ તે એક સપ્તાહમાં ઉખડી જાય છે. તેના કારણે પુનઃ ગાબડાપડી જાય છે. હાલમાં રોડથી અડધો ફૂટ ઉંડા ખાડા પડી ગયા છે. જેના કારણે ટુ વ્હીલર સહિત ફોર વ્હીલર વાહનો ખાડામાં પડતાં ટાયરને નુકશાન થાય છે. આ માર્ગ 200 થી વધુ નાની માટી સોસાયટીઓના રહીશોની અવરજવરનો એક માત્ર રસ્તો છે. તેમ છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામા આવતું નથી જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યાો છે.
માર્ગ પર ખાડા કયારે કોઇનો જીવ લેશે
આણંદ પ્રમુખ સ્વામી સર્કલથી બાકરોલ ટી પોઇન્ટ સુધી માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. અંબા માતા મંદિરથી થોડે દૂર તો એક ખાડો 5 ફૂટ પહોળો છે. તેમજ અડધો ઉંટો છે જેથી રાત્રે કોઇ વાહનચાલક ખાડા પડે તો અકસ્માત થાયછે. તેમજ ટાયરને પંકચર પડવાની સંભાવના રહેલી છે. જે અંગે પાલિકા સહિત અવકુડામાં રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. - નિલેશ પટેલ, પાલિકા નગર, આણંદ
ટુંક સમયમાં નવો રોડ બનાવાશે; અવકુડા
આણંદ અવકુડા કચેરી ઇન્ચાર્જ અધિકારી જીનેશ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજપથ માર્ગને નવો બનાવવા માટે મજૂર મળી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયે કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.