તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 4 દર્દી સાથે આંક 3203

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 4 દર્દીઓ સાથે કુલ આંક 2528 પર પહોંચી ગયો છે. આમ જિલ્લામાં અત્યાર સુધી 1,73,358 લોકોેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 1,70,830 લોકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે 2485 દર્દીઆેઅે કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા છે. શુક્રવારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેક કરાયેલી યાદી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કુલ નવા 4 દર્દીઆે નોધાયા છે. જેમાં આણંદ શહેરના વઘાસી રોડ પર આવેલી પ્રારંભ સોસાયટીમાં રહેતાં 72 વર્ષીય વૃદ્વ તેમજ 39 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

જ્યારે આણંદના મંગળપુરામાં રહેતાં 84 વર્ષીય વૃદ્વ ઉપરાંત વિદ્યાનગરમાં રહેતાં 72 વર્ષીય વૃદ્વનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.આમ હાલ જિલ્લામાં કુલ 26 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 8 દર્દી હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 18 દર્દીઆે જુદા-જુદા કોવિડ સેન્ટરોમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 5 દર્દીઆે ઓક્સિજન સપોર્ટ પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો