મારામારી:વાસદ ગામે દંપતીના ઝઘડાના સમાધાનની મીટીંગમાં મારામારી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સાઢુઓ વચ્ચે ઝઘડો થતાં મામલો બીચક્યો હતો

આણંદ તાલુકાના વાસદ વહેરાઇ માતા મંદિરે પતિ - પત્નીના ઝઘડામાં સમાધાન કરવા માટે સાસરી અને પિયર પક્ષના સભ્યો ભેગા થયા હતા ત્યારે બે સાઢુઓ વચ્ચે ઝગડો થતાં વચ્ચે છોડાવવા પડેલ માતાને લાકડી મારતાં હાથે ફ્રેક્ચર થયું હતું. જે અંગે વાસદ પોલીસે ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, વડોદારા શહેરમાં કિશનવાડી વિસ્તારમાં રહેતા વિનોદ કિસનભાઈ વાઘેલાના લગ્ન દસ વર્ષ અગાઉ સોનલબેન સાથે થયા હતા. બંને પતિ - પત્ની વચ્ચે ઝગડો થતાં 8 માસ અગાઉ અેને સાસરીમાંથી કાઢી મુકતા સોનલબેન પોતાના બાળકો સાથે પિયર ડાકોર ખાતે રહેતા હતા. પાંચ માસ અગાઉ સોનલબેનના પતિ વિનોદે ડાકોર જઇને બાળકોને પોતાની સાથે લઈ ગયા હતા. જેથી પતિ - પત્ની વચ્ચે સમાજના માણસો દ્વારા સમાધાન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

જે મુજબ ગત તારીખ 15મી ડિસેમ્બરના રોજ વાસદ ગામે વેરાઇ માતા મંદિર પાસે રાજેશભાઈ, તેઓના માતા સોમીબેન, પત્ની હંસાબેન, સાળી વગેરે, પંચોના માણસો તેમજ વિનોદભાઈ અને તેઓના પરિવારજનો, સગાસંબંધી ભેગાં થયા હતા.

ત્યારે વાતચીત દરમિયાન રાજેશભાઈએ વિનોદભાઈ અને તેમના ભાઈઓને સોનલબેનને તેડી જવાનું કહેતા વિનોદ અને સગાસંબંધી ઉશ્કેરાઇ ગયા હતા રાજેશભાઈને ફેંટ પકડી માર મારતા તેઓના માતા સોમીબેન છોડવા વચ્ચે પડતા હાથમાં લાકડી મારી ફેક્ચર કરી નાખ્યુ હતું, હંસાબેન, સોનલબેનને પણ વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે વાસદ પોલીસ મથકે રાજેશભાઈઅે વિનોદભાઈ વાઘેલા સહિત પરિવારજનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...