આંકલાવ તાલુકાના આસોદર ગામે ગાયો ચરાવવાના બાબતે બે ભરવાડ પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જેમાં બન્ને પક્ષોના સભ્યો ઘવાયાં હતાં. જેમાં એકને જીવલેણ ઇજા પહોંચી હતી. આ અંગે આંકલાવ પોલીસે સામસામે ગુનો નોંધ્યો હતો.
અંબાવ ગામે રહેતા કનુ સેલાભાઈ ભરવાડ પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના કુટુંબી કાકા રાયસીંગ ભરવાડ આસોદરની નગરી પાછળના ભાગે રહે છે. તેઓ ગાયો ચરાવવા સીમમાં આસોદર નગરીની નળી આવેલી છે. શનિવારના રોજ સવારના આઠેક વાગે કનુ, તેમના પિતા અને નાનો ભાઈ નથુને લઇ આસોદરની જીમમાં ભલાભાઇના ખેતરમાં ગયાં હતાં.
આ વખતે રાયસીંગ સીધા ભરવાડ આવીને કહેવા લાગ્યા હતા કે, તમે આ બાજુ ગાય લઇને આવવાની ના પાડી છે, તેમાં છતાં કેમ આવો છો ? તેમ કહેતા બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બની જતાં બન્ને પરિવારના સભ્યો ભેગા થઇ ગયા હતા અને લાકડીથી સામસામે તુટી પડ્યાં હતાં. જેમાં રાયસંગ ઉર્ફે રાહા બોળીયાને જીવલેણ ઇજા પહોંચી હતી.
આ અંગે કનુ ભરવાડની ફરિયાદ આધારે રાયસીંગ સીંધા ભરવાડ, નવઘન રાયસીંગ ભરવાડ અને ભરત રાવસીંગ ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે નવઘણ ઉર્ફે પીંટુ બોળીયાની ફરિયાદ આધારે શેલા સિંધા ભરવાડ, કનુ સેલા ભરવાડ, નથુ સેલા ભરવાડ, જહા સીધા ભરવાડ, નાથા જહા ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.