તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંને પક્ષે સામસામે ફરિયાદ:વિરોલમાં જમીનની માપણી અંગે બે સગા ભાઈઓ વચ્ચે મારામારી, ચાર વ્યક્તિઓ સામે ગુનો

આણંદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

પેટલાદ તાલુકાના વિરોલ ગામની ટેકરીયા સીમ વિસ્તારમાં રહેતા મેલાભાઈ પઢીયાર તેમજ તેઓની નજીકમાં જ રહેતા ઉદેશીંગભાઈ પઢીયારની જમીનમાં પ્રાઇવેટ માણસોથી માપણી કરાવેલ જે બાબતે લાલજીભાઈએ લખાણ કરી લેવા જણાવ્યું હતું. પરંતુ અમરસિંગભાઈએ પોતાના ભાગે જમીન ઓછી આવી હોવાનું કહી ફરી જમીન માપણી કરવા જણાવ્યું હતું. આ બાબતની રીસ રાખી ઉદેશીંગભાઈ અને લાલજીભાઈ ઉશ્કેરાઇ જઇ મેલાભાઈ ઉપરાંત તેમના પરિવારજનોને માર મારી તેમજ અમરસિંગભાઈને ચપ્પાથી ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મેલાભાઈની ફરિયાદના આધારે પોલીસે બે વિરુઘ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સામા પક્ષે ભાઈલાલભાઈ પઢીયારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ જમીન માપણી બાબતના ઝગડા બાબતે મેલાભાઈ અને અમરસિંગભાઈ ઉશ્કેરાઇ જઇ ભાઈલાલભાઈ તેમજ તેમના પરિવારજનોને ગડદાપાટુનો માર મારી ડંડાથી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે પોલીસે ભાઈલાલભાઈની ફરિયાદ લઈ મેલાભાઈ સહિત બે વિરુઘ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો