તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખંભાત તાલુકાના વડગામમાં ખેતરના માલીક હક્ક બાબતે તકરાર ચાલુ હોય અને તેની રીસ રાખી તે બાબતે બે પરિવારો વચ્ચે સામ સામે મારામારી થઈ હતી. જે અંગે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ખંભાત તાલુકાના વડગામ ખાતે રહેતાં જગદ્દીશભાઈ નાનુભાઈ સોલંકી અને બાલુભાઈ હઠીભાઈ દેવીપૂજક વચ્ચે ખેતરના માલીકી હક્ક બાબતે તકરાર ચાલી રહી હતી.
જેની રીસ રાખીને ગત મંગળવારે બાલુભાઈ દેવીપૂજક, મુકેશભાઈ દેવીપૂજક અને કોકીલાબેન દેવીપૂજક જગદ્દીશભાઈ સોલંકીના રસ્તામાં આવીને કહ્યું હતું કે, આ અમારી જમીન છે. અને ઘઉં પણ અમારે લેવાના છે. તુ ખેતરે કેમ આવ્યો તેમ કહી ત્રણેય ઈસમોઅે અપશબ્દો બોલી ગળદાપાટુનો માર મારી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી હતી. જે અંગે જગદ્દીશભાઈ સોલંકીઅે બાલુભાઈ દેવીપૂજક, મુકેશભાઈ દેવીપૂજક અને કોકીલાબેન દેવીપૂજક વિરૂદ્વ ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોધાવાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તેવી જ રીતે બીજી બાજુ બાલુભાઈ હઠીભાઈ દેવીપૂજકને આ અમારી જમીન છે.
તું ઘઉં લેવા કેમ આવ્યો છું તેમ કહી જગદ્દીશભાઈ દેવીપૂજક, ભગાભાઈ દેવીપૂજક, અરવિંદભાઈ વિનુભાઈ દેવીપૂજક અને અરવિંદભાઈ ઈન્દુભાઈ દેવીપૂજકે અપશબ્દો બોલી ગળદાપાટુનો માર મારી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે કોકીલાબેન હઠીભાઈ દેવીપૂજકે ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે બંને પક્ષનીફરિયાદ આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખંભાત ગ્રામ્ય પોલીસે બન્ને પક્ષે મારામારીનો ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.