તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથાકૂટ:બોરસદના કાવીઠામાં ગાળો બોલવા બાબતે બે જુથો વચ્ચે મારામારી અને પથ્થરમારો, 5થી વધુને ઇજા

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રાયોટિંગની ગુનો દાખલ કર્યો

બોરસદ તાલુકાના કાવિઠામાં ગઈકાલે રાત્રીના રોજ ગાળો બોલવાની બાબતે બે જુથો વચ્ચે મારમારી અને પથ્થરમારો થતાં પાંચથી વધુ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. આ અંગે બોરસદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે.

આ ઘટનામાં લક્ષ્મીબેન રામાભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ગાળો બોલવાની બાબતે લતેશભાઈ કાભઈભાઈ ઠાકોરે ઝઘડો કર્યો હતો. તેમના પતિનું પપ્પુભાઈએ ગળુ પકડીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.ત્યારબાદ લતેશભાઈ, પપ્પુભાઈ, મંજુલાબેન, પ્રવિણ ઉર્ફે પલીયો, તઈજીભાઈ ઉર્ફે ભાણો, જીતુભાઈ ઉર્ફે બોદાણા આવી પહોંચ્યા હતા અને પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેમાં કેટલાકને ઈજાઓ પહોંચી હતી.

સામા પક્ષે લતેશભાઈ રામભાઈ ઠાકોરે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે નજીકમાં રહેતા લક્ષ્મીબેન રામાભાઈ મકવાણા ગમે તેવી ગાળો બોલતાં હોય તેમને ગાળો બોલવાની ના પાડતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મને કોઈની બીક લાગતી નથી. તુ બોલીશ નહીં, પાડી દઈશ તેમ જણાવીને અતુલભાઈએ લાફો મારી દીધો હતો. લક્ષ્મીબેને મંજુલાબેનને ધક્કો મારતાં તેઓ નીચે પડી ગયા હતા.

ત્યારબાદ લક્ષ્મીબેન, રામાભાઈ, અતુલભાઈ, દિપકભાઈ, ડાહ્યાભાઈ, નરસિંહભાઈ અને કમલેશભાઈએ પથ્થરમારો કરતા ભાવેશભાઈને છાતીમાં પથ્થર વાગ્યો હતો. કુસુમબેન ઉર્ફે ટીકુને પણ પગના ભાગે પથ્થર વાગતા ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ બોરસદ રૂરલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બન્ને પક્ષોના ટોળાને વિખેરી બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો