સમાધાન માટે મળ્યા બાદ બબાલ:પેટલાદમાં પરિણીતાને ફોન પર પજવણી કરવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, સામાસામી પોલીસ ફરિયાદ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

પેટલાદ શહેરમાં આવેલ સાઈનાથ ચોકડી કૈલાસઘામ નજીક બે પરિવાર વચ્ચે ફોન કરીને હેરાન કરવા બાબતે મારામારી થવા પામી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે બંને પક્ષોની સામ સામી ફરિયાદો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના રૂપિયાપુરા લીમડી વાળું ફળિયામાં રહેતાં અને ફરિયાદી દીપિકાબેન અજયકુમાર ઠાકોરના પતિ અજયકુમાર આણંદ ખાતે જી.ટી.પી.એલ માં નોકરી કરે છે. મંગળવારના સવારના આઠ વાગ્યાના સમયે દીપિકાબેન તેમના પતિ અજય મોટાભાઈ પ્રતિકભાઇ રમેશભાઈ ઠાકોર તથા અશોકભાઈ ત્રીકમભાઈ ઠાકોર પેટલાદ સાંઈનાથ ચોકડી કૈલાશધામ આગળ ભેગા થયા હતાં. ત્યારે ફરિયાદી દીપિકાબેન ના પતિ અજયકુમારે પવનના ભાઈ આકાશને ફોન કરીને સમાધાન માટે પેટલાદ ખાતે બોલાવ્યો હતો. જેથી, પવન ઠાકોર, અરવિંદભાઈ ઉમેદભાઈ ઠાકોર, ગીરીશભાઈ પ્રભુભાઈ ઠાકોર અને આકાશભાઈ અરવિંદભાઈ ઠાકોર ત્યાં આવ્યાં હતા. જ્યાં અજયકુમારે પવનને કહેલ કે તું કેમ દીપિકાને ફોન કરીને કેમ હેરાન કરેલ છે. આ બાબતે અરવિંદભાઈ ઠાકોર, ગીરીશભાઈ ઠાકોર અને આકાશભાઈ ઠાકોરે પવનનું ઉપરાણું લઈ ફરિયાદી દીપિકાબેન તથા તેમના પતિ અને ભાઈઓને ગાળો બોલીને ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

જ્યારે સામા પક્ષે પેટલાદ તાલુકાના રૂપિયાપુરા માં રહેતાં પવનકુમાર અરવિંદભાઈ ઠાકોરે પોતાની આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, અજયભાઈ રમણભાઈ ઠાકોર, અશોકભાઈ ત્રીકમભાઈ ઠાકોર અને દીપિકાબેન અજયભાઈ ઠાકોરે આવીને તું કેમ દીપિકાને ફોન કરીને હેરાન કરે છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ અજય ઠાકોર, પ્રતિકભાઇ ઠાકોર, અશોકભાઈ ઠાકોર અને દીપિકાબેન ઠાકોરે ભેગાં મળી પવનકુમાર તથા તેમના સંબંધીઓને ગાળો બોલીને ઞડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...