આગ:વટાવ ખોરની ફેકટરીમાં ભીષણ આગઃ માલસામાન બળીને ખાખ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઇટરોઅે 11 કલાકની જહેમત બાદ 2 લાખ લીટર પાણીનો મારો કરીને આગ બુઝાવી

પેટલાદ-નડિયાદ રોડ પર વટાવ સીમમાં આવેલી ગોકુલ ઇન્ટસ્ટ્રીઝમાં ખોર બનાવવા આવે છે. રાત્રિના સમયે ફેકટરી બંધ હોય છે. રવિવારે વહેલી પરોઢીએ 3 વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટ કે અન્ય કોઇ કારણસર આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ફેકટરી આગની ઝપેટમાં આવી ગઇ હતી. આગ ઝોળ આકાશમાં ઉંચે સુધી જોવા મળતાં આજુબાજુના ખેતરો રહેતા લોકો જાગી ગયા હતા. આગ ના બનાવની જણ ફાયરબ્રિગેડ કરવામાં આવતાં પેટલાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોળી ગઇ હતી.

આગે મોટુ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી તાત્કાલિક આણંદ, નડિયાદ, વિદ્યાનગર ફાયરબ્રિગેડ જણ કરવામાં આવી હતી. આ તમામ ફાયરબ્રિગેડની ટીમો આવી પહોંચી હતી. આગ બુઝાવવા માટે એકી સાથે 5 ફાયરફાયટર કામે લાગ્યા હતા. પાંચ કલાકની જહેમત બાદ આગ બુઝાઇ હતી. ફેકટરી બંધ હોવાથી કોઇ જાનહાનિ થવા પામી નથી પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ નડિયાદ રોડ વટાવ સીમમાં ગોકુલ ઇન્ટસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. રવિવારે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અચાનકજ આગ ભભૂકી ઉઠી હતી.

આગ વિકરાળ સ્વરૂપ જોઇને આજુ બાજુના રહીશો નાસભાગ મચી ગઇ હતી. પેટલાદ અને આણંદ સહિત તમામ ફાયર બ્રિગેડને જણ કરવામાં આવી હતી. રવિવાર વહેલી પરોઢીએ ફાયરકોલ આવતાં આણંદ ફાયરબ્રિગેડનાફાયર ઓફિસર ધર્મેશ ગોર સહિતની ટીમ પહોંચી ગઇ હતી આગ મોટી હોવાથી નડિયાદ,વિદ્યાનગર, પેટલાદ ફાયર ટીમો પહોંચી ગઇ હતી. ફેકટરીમાં મકાઇનો ખોર હોવાથી ભયકર આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડ 5 ફાયરફાઇટર વડે સતત 11 કલાક સુધી 2 લાખ લીટર પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી.ત્યાંસુધી ફેકટરી માલ બળીને ખાખ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...