બેદરકારી:આણંદ શહેરની સ્કૂલમાં બોરવેલની કામગીરી કરાતાં મેદાન ખેદાન મેદાન

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલમાં બાળકોને કીચડમાંથી પસાર થવાનો વારો
  • 1 માસથી કામગીરી બાદ પણ નવો બોરવેલ બંધ હાલતમાં

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રમતગમતના મેદાન નહીં ધરાવતી શાળાઓને નોટીસ ફટકારી માન્યતા રદ કરવાના નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે આણંદ નગરપાલિકા હસ્તક આવેલી પ્રાથમિક શાળાના નં 2 અને શાળા નં4માં પાલિકા દ્વારા નવો બોર કુવો બનાવવામાં આવી રહ્યો છે. જો કે દિવાળી વેકશન પહેલાથી પાલિકાએ નવો બોર કુવો બનાવવાની કામગીરી હાથધરી હતીતેમજ છતાં 21 દિવસનું વેકશન પૂર્ણ થયું હોવા છતાં બોરકુવાની મરામતની કામગીરી ચાલી રહી હોવાથી શાળાના મેદાન ઘોરખોદી નાંખતા બાળકોને રમત ગમત માટે હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ પાસે નગરપ્રાથમિક મુખ્યશાળા નં 2 અને 4 આવેલી છે. જેમાં બાળકો રમતગમત રમી શકે તેવા હેતુથી મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ શાળા નં 2માં જૂનો બોરકુવો બગડી ગયો હોવાથી આણંદ પાલિકા દ્વારા નવો બોરકુવો છેલ્લા એક માસથી બનાવવામાં આવી રહ્યો છે.

નવા બનાવવામાં આવી રહેલા બોરકુવા રેતીવધુ આવતી હોવાથી ત્રણ વખત કોમ્પ્રેસર મારવામાં આવતાં પાણીની રેલછેલ થઇ જાય છે. આમ આણંદ પાલિકાએ શાળાના 2 અને 4માં રમતગમતના મેદાનની ઘોરખોદી નાંખતાં બાળકોને સાચવીને રમત ગમતનો આનંદ માણવાનો વારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...