હવામાન:ચરોતરમાં ત્રણ દિવસથી તાપમાન ઊંચુ રહેતા દિવસે ગરમીનો અહેસાસ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ 3 દિવસ સુધી આંશિક વાદળોના પગલે તાપમાન વધશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચરોતરમાં ત્રણ દિવસથી હળવા વાદળો છવાયા છે. તેના કારણે લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થતાં દિવસે ભારે ઉકડાટ અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ વાદળો હટતાં પુનઃ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચતા ઠંડીનો દોર શરૂ થશે. હાલમાં વાદળછાયુ વાતાવરણ રહેતા માવઠાની સંભાવનાને લઇને ખેડૂતો ચિંતિત જણાઇ રહ્યાં છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી ,મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને 95 ટકા ભેજનું પ્રમાણ નોંધાયું છે. જયારે પવનની ગતિ 2.07 કિમી રહી હોવાથી દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. 7મી જાન્યુઆરી સુધી હળવા વાદળો રહેશે. ત્યારબાદ આકાશ સ્વચ્છ થતાં ઠંડીનું જોર વધશે. વાદળોને કારણે ગરમીનું પ્રમાણ વધતા શાકભાજી અને બટાકાના પાકની ખેતીને નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ તકેદારી રાખવા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ આંતરે દિવસે કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...