કોરોનાવાઈરસ:બોરસદમાં 65 દિવસ બાદ પ્રથમ કોરોના પોઝિટીવ કેસ મળતાં ભય

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા વિસ્તારોમાં કેસ મળતાં આરોગ્ય વિભાગ ચિંતિત

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ પોઝિટીવ કેસ મળ્યો ન હતો.જયારે લોકડાઉન-4માં નવા વિસ્તારમાં કોરોના કેસ મળ્યા છે.અગાઉ આણંદ તાલુકાના ત્રણોલના પરમાં વિસ્તારમાં,સોજીત્રા કેસ નોંધાયા હતા.ગુરૂવારે છેલ્લા 65 દિવસથી કોરોના મુકત રહેનાર બોરસદ શહેરમાંથી એક આધેડનો કોરોના રીપોર્ટ પોઝિીટવ આવ્યો છે. જયારે ઉમરેઠની વૃધ્ધા જે કોરોનાની ઝપેટમાં આવી ગઇ હતી.તેને ડાયાબીટીસ અને કિડની બિમારી ધરાવતી હતી.જેથી કિડની બિમારીને કારણે તેનું મોત નિપજયું છે. આણંદ જિલ્લામાં બે મહિલાઓના મોત નોન કોવિડમાં થયા છે.જયારે કોરોનાને કારણે 10 વ્યકિત મોત થયા છે.

ત્રણ દિવસથી એક પણ પોઝિીટવ કેસ નોંધાયો ન હતો

જયારે ખંભાતના એક દર્દી કોરોના સામેનો જંગ જીતી જતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આણંદમાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ પોઝિીટવ કેસ નોંધાયો ન હતો.તો વલી બોરસદ શહેર સહિત તાલુકો શરૂવાતથી કોરોના મુકત રહ્યો હતો. જો કે ગુરૂવારે બોરસદ શહેરના  સૈયદના ટેકરા વિસ્તારમાં રહેતા મહંમદહુસેન અકબરઅલી સૈયદ(ઉ.વ.58)નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.જેના પગલે આરોગ્ય વિભાગની ટીમ મોડીસાંજ બોરસદ પહોંચી ગઇ હતી.સાથે સાથે સ્થાનિક વહીવટી તંત્ર અધિકારી પહોંચી ગયા હતા. આ વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોનમાં ફેરવીને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવ્યો હતો. 

ઉમરેઠ શહેરની વૃદ્ધાનું નોન કોવિડથી મોત
ઉમરેઠ શહેર વહોરાવાળા નજીક આવેલી વિસ્તારમાં રહેતી 63 વર્ષની વૃધ્ધાને ડાયાબીટીસ, હાઇપરટેન્શન અને કિડની બિમારી ધરાવતી હતી. તે વૃધ્દ્વા ગત સપ્તાહમાં કોરોના સપડાઇ હતી. તેનું ગુરૂવારના રોજ સારવાર દરમિયાન કિડની બિમારીને કારણે મોત નિપજયું છે.જયારે ખંભાત ઝંડા ચોક વિસ્તારમાં રહેતા 33 વર્ષના કોરોના પોઝિટીવ યુવક  સ્વસ્થ થઇ જતાં તેને રજા આપવામાં આવી છે. હાલ માત્ર 6 દર્દીઓ સારવાર હેઠળ છે. 

અન્ય સમાચારો પણ છે...