બીક:નહેર પર દિવાલ અધૂરી છોડી દેતા અસ્કમાતનો ભય, મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ચિમકી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાસ ગામથી વડોદ રોડ પર આવેલ મોટી નહેર પર આણંદ જીલ્લા સિંચાઈ વિભાગ ધોર બેદરકારી દાખવીને મોટી નહેર પર સંરક્ષણ દિવાલ અધુરી છોડી દેવામાં આવી છે. ત્યારે રાત્રિના સમયે વાહન ચાલકોને વળાંક દેખાઈ નહીં દેતા અસ્કમાતોનો ભોગ બનવું પડે છે.

આણંદ જીલ્લા પંચાયતના પૂર્વ જાહેર બાંધકામ સમિતિના પિયૂષભાઈએ જણાવેલ કે આણંદ જીલ્લા સિંચાઈ વિભાગના સત્તાધિશોની ધોર બેદરકારીના પગલે અડાશથી વડોદ જતાં મોટી નહેર પર નવીન નાળુ બનાવેલ બાદ સરંક્ષણ દિવાલો અધુરી સાથે રેલીંગો મુકવામાં આવતી નથી.જેના પગલે વળાંક વાળો રસ્તો હોઈ બે દિવસ પહેલા એક ટેમ્પા ચાલક નહેરમાં ખાબકી પડતાં સ્થળ પર જ મોત નિપજયું હતુ.ત્યારબાર રાત્રિના સમયે વાહન ચાલકોને સાચવીને અવર જવર કરવી પડે છે.જો કે ગ઼ામજનો દ્વારા આણંદ જીલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને પણ વારંવાર રજૂઆતો કરી છે. છતાં પણ આજદિન સુધી પરિણામ શૂન્ય આવે છે. સિંચાઈ વિભાગના સત્તાધિશો દ્વારા વહેલી તકે મોટી નહેર પર સરંક્ષણ દિવાલ સહિત રેલીંગો મુકવામાં નહીં આવે તો ગાંધીનગર મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

ટૂંક સમયમાં જ દરખાસ્ત તૈયાર કરવામાં આવશે
અડાસ-વડોદ રોડ પર આવેલ મોટી નહેર પર સંરક્ષણ દિવાલ સહિત રેલીંગો મુકવા માટે ટુંક સમયમાં દરખાસ્ત તૈયાર કરવામાં આવશે.જેની મંજૂરી મળતાની સાથે નવીન રેલીંગની સાથે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવશે. > કે.પી.શુકલા, કાર્યપાલક ઈજનેર આણંદ જીલ્લા સિંચાઈ

અન્ય સમાચારો પણ છે...