વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો:ઉમરેઠમાં તરૂણીનો આપઘાત બ્લેકમેઈલ કર્યાની પિતાને શંકા

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોબાઈલ વાપરતા ટીનએજર્સના વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો
  • પોલીસ દ્વારા તરૂણી અને યુવકના મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ

છેલ્લાં કેટલાંય સમયથી નાના-મોટાં સહુમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો છે, ત્યારે મોબાઈલનો વપરાશ કરતાં સંતાનોના મોબાઈલ અવાર-નવાર ચેક કરવા જોઈએ કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં. અલબત્ત, ઉમરેઠ તાલુકાના એક ગામમાં આ જ પ્રકારે એક ઘટના બની ગઈ, જેમાં તરૂણીએ સાડીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર બનાવમાં પિતાએ પુત્રીને બ્લેકમેઈલ કરાયાની શંકા વ્યક્ત કરી પુત્રીનો તેમજ યુવકનો મોબાઈલ પોલીસને સોંપ્યા છે. હાલમાં સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર બનાવની હકીકત એવી છે કે, ઉમરેઠની એક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય કિશોરીના સંપર્કમાં એક યુવક આવ્યો હતો. નવરાત્રિના સમય દરમિયાન બંને વચ્ચે પરિચય થયા બાદ સોશિયલ મીડિયા પર તેઓ અવાર-નવાર વાતચીત કરતાં હતા. દરમિયાન યુવક તેમજ તેના અન્ય બે મિત્રો પણ સગીરાને મળતાં હતા. થોડાં સમય અગાઉ સગીરા ટ્યૂશનમાં ગઈ હતી, જ્યાં સાંજે તેને મોડું થતાં તેને લેવા માટે તેનો ભાઈ ટ્યૂશનના સ્થળે ગયો હતો, જ્યાં તેણી ટ્યૂશનમાં આવી જ ન હોવાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેમણે સગીરાની પૂછપરછ કરી હતી. પરંતું એ સમયે તેણે કાંઈ કહ્યું નહતું. દરમિયાન તાજેતરમાં સ્કૂલમાં પણ તેણીએ ગુટલી મારી હોવાની હકીકત પિતા સમક્ષ ખુલી હતી. દરમિયાન, પિતાએ આ મામલે તપાસ કરતાં ત્રણ યુવકો અને તેમની પુત્રીને લઈ રેલવે સ્ટેશન તરફ ગયા હોવાની હકીકત જાણવા મળી હતી. જેને પગલે તેના પિતાએ પુત્રીનો અને એ પછી યુવકનો મોબાઈલ ફોન કબજે લઈ તપાસ કરી હતી. જેમાં બંને વચ્ચેની અશ્લીલ વાતચીતો સામે આવી હતી.

આ મામલે પિતાએ ગત રવિવારે યુવકના પરિવારજનોને બોલાવી સમગ્ર હકીકત પોલીસ સમક્ષ લાવી દેવા માટે જણાવ્યું હતું. દરમિયાન, બીજી તરફ તેમના ઘરના ઉપરના માળે સુતેલી પુત્રીને તેની જાણ થઈ હતી. જેને કારણે તેણે પંખામાં સાડીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. બીજી તરફ સગીરાના પરિવારજનો પુત્રીને બોલાવવા માટે ત્રીજા માળે ગયા ત્યારે તેમણે પુત્રીનો લટકતી હાલતમાં દેહ જોતાં જ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે સોશિયલ મીડિયા પર એક્ટીવ થયેલા તેના ત્રણેક ફ્રેન્ડ્સ અશ્લીલ વાતો કરી તેને બ્લેકમેઈલ કરતા હોવાની શંકા વ્યક્ત કરી છે. હાલમાં પોલીસ દ્વારા પિતાએ કરેલા આક્ષેપોને પગલે તપાસ હાથ ધરી છે. પિતાએ ત્રણ શકમંદ યુવકોના નામ પોલીસને જણાવ્યાં છે કે જેમની સાથે સગીરા રેલવેબ્રિજ પાસે કારમાં જોવા મળી હતી.

પેનલ પીએમ કરાવી, પુરાવા ચકાસી રહ્યા છે
સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. હાલમાં તેણીનું પેનલ પીએમ કરાવ્યું છે, ઉપરાંત પિતાએ રજૂ કરેલાં તમામ પુરાવાઓ તપાસી રહ્યા છે, તેમાં કંઈ તથ્ય જણાશે તો આગ મી સમયમાં નક્કર કાર્ય વાહી કરવામાં આવશે.> એ. રબારી, પીએ આઈ, ઉમરેઠ પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...