બોરસદના બે દીકરીના પિતાએ પરસ્ત્રી સાથેના સંબંધોને લઈ પોતાના સુખી ઘરસંસારમાં આગ ચાંપી છે. પ્રેમિકા સાથે પ્રેમમાં અંધ બની પત્ની ઉપર શારીરિક માનસિક ત્રાસ વધતા વિફરેલી પત્નીએ બોરસદ રૂરલ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પતિ અને તેની પ્રેમીકા વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નાપા તળપદ ગામની હુસેની મસ્જીદ પાસે રહેતી ફરિયાદી પરિણીતાના લગ્ન ગત 25/5/2013ના રોજ વડોદરા ખાતે રહેતા ઈમરાનખાન પઠાણ સાથે થયા હતા. શરૂના વર્ષો લગ્નજીવન સુખરૂપ ચાલ્યા હતા જેને લઈને તેણીએ બે દીકરીઓને પણ જન્મ આપ્યો હતો.
છેલ્લા ચારેક વર્ષથી પતીને જોયાબાનુ ઉર્ફે સમીરા રફીયુદ્દીન સૈયદ સાથે પ્રેમસંબંધ બંધાતા જ તેણે પત્ની ઉપર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પત્ની પ્રેમ સંબંધોને લઈને ઠપકો કરતાં તેણીને મારઝુડ કરતો અને ગાળાગાળી કરી અપમાનિત કરતો હતો.
આ દરમિયાન પતિ ઇમરાન અને પ્રેમીકા જોયાબાનું ઉર્ફે સમીરા સાથે અલગથી રહેવા જતો રહ્યો હતો અને ગત 01 તારીખના રોજ પ્રેમીકા સાથે આવીને પત્નીને તુ ઘરમાંથી બહાર નીકળી જા તેમ જણાવીને ઝઘડો કરી ઝપાઝપી અને મારામારી કરી હતી. આ અંગે તેણીએ બોરસદ રૂરલ પોલીસ મથકે આવીને પતિ અને પ્રેમીકા વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.