• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Fatal Attack In Siswa Village Of Anand In Case Of Extortion Of Rs. 50 Thousand, Dear Sister in law Was Beaten With A Stick Saying 'Stand Up, I Am Giving You Money'

ભાભીએ દિયર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી:આણંદના સિસ્વા ગામે રૂ.50 હજારની ઉઘરાણી મામલે જીવલેણ હુમલો, 'ઉભી રહે હું તને પૈસા આપું છું' કહી દિયરે ભાભીને લાકડી વડે માર માર્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાદરણ પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી

બોરસદ તાલુકાના સિસ્વા ગામે બે વર્ષ પહેલા આપેલા રૂ.50 હજારની ઉઘરાણી મામલે દિયરે તેના ભાભીને લાકડીથી માર માર્યો હતો. જેથી ભાભીને ગભીર ઇજા પહોંચી હતી. જેને લઈ ભાભીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિયરે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો
બોરસદના સિસ્વા ગામે રહેતા ચંચળબહેન ઇશ્વરભાઈ (ઉ.વ.65)ના પુત્રએ ગોવિંદ સવાભાઈને બે વર્ષ પહેલા ઉછીના રૂ.50 હજાર આપ્યાં હતાં. જે રૂપિયાની ઉઘરાણી માટે ચંચળબહેન 18મી જુલાઇની મોડી સાંજે ગોવિંદ પાસે ગયાં હતાં. આ સમયે ગોવિંદ ઉશ્કેરાઇ ગયો હતો અને ઉભી રહે હું તને પૈસા આપું છું. જોકે, ઝઘડામાં પડવા ન માંગતા ચંચળબહેન ત્યાથી નિકળી ગયાં હતાં. પરંતુ ગોવિંદ પાછળ પાછળ લાકડી લઇ આવ્યો હતો અને ચંચળબહેન પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત દિવાળીબહેને પણ ગડદાપાટુનો મારમાર્યો હતો. આ અંગે ચંચળબહેનની ફરિયાદ આધારે ભાદરણ પોલીસે ગોવિંદ સવા અને દિવાળીબહેન ગોવિંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...