માથાકૂટ:પેટલાદમાં મેસેજ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં જીવલેણ હુમલો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખસોએ આડેધડ લાકડી ફટકારતાં યુવકને ગંભીર ઇજા પહોંચી

પેટલાદના દેવકુવા બહુટોલા વિસ્તારમાં મોબાઇલમાં મેસેજ કરવા બાબતે બે યુવક વચ્ચે થયેલા ઝઘડામાં જીવલેણ ઇજા પહોંચાડી હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે પેટલાદ શહેર પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદના દેવકુવા બહુટોલા વિસ્તારમાં રહેતાં અનવર સફી શેખને તે જ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરતાં જાઇદ અજીમ મલેક સાથે મોબાઇલના મેસેજ બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મહત્વનું છે કે, આ ઉગ્રતા ઝગડા પરિણામી હતી. આ ઝગડામા અનવરનું ઉપરાણું લઇને હારૂન અનવર શેખ લાકડી સાથે દોડી આવ્યાં હતાં અને જાઇદ પર હુમલો કરી દીધો હતો. ઉપરા છાપરી લાકડીના ફટકાથી જાઇદને માથામાં, મોંઢા પર, બરડામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત નબી સફી શેખે પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે, આસપાસના લોકો દોડી આવતાં જાઇદને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે જાઇદની ફરિયાદ આધારે પેટલાદ શહેર પોલીસે હારૂન અનવર સેખ, નબી સફી શેખ અને અનવર સફી શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...