હુમલો:ભાઈના મોત પાછળ પરિવાર જવાબદાર હોવાની શંકાએ યુવકનો જીવલેણ હુમલો

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરસદ પલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી

બોરસદ તાલુકાના કંકાપુરા દૂધની ડેરી પાછળ રહેતા 42 વર્ષીય ચંપાબેન માધવસિંહ પરમારે વિરસદ પોલીસ સ્ટેશને સંજય કનુ પરમાર (રહે. રબારીવાસ પાછળ) વિરૂદ્ધ હત્યાના પ્રયાસ અને મારામારી અને જાનથી મારી નાંખવાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, સંજય પરમાર ગત બીજી ઓગસ્ટના રોજ સાંજે પોણા સાતેક વાગ્યે લાકડી લઈ તેમના ઘરે આવી ચઢ્યો હતો. અને તેણે જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ બનાવને પગલે તેઓ તેમના બાળકોને લઈને બહાર નીકળી ગયા હતા. દરમિયાન, પતિ બહાર નીકળવા જતાં તેને ઘેરી લઈ પતિ પર હુમલો કર્યો હતો.

આ બનાવમાં તેમના માથામાં લાકડીના બે ફટકા મારી દીધા હતા. જેને પગલે તેમને માથામાં 28 ટાંકા આવ્યા હતા. વધુમાં લાકડાનો ઘા તેમને હાથે પણ થતાં ફેક્ચર થયું હતું. હુમલાખોર શખસ સંજયનો આક્ષેપ એવો હતો કે, ગત 6 જુલાઈના રોજ તેનો ભાઈ કિરણનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મૃતક કિરણને ચંપાની 19 વર્ષીય પુત્રી અસ્મિતા સાથે પ્રેમસંબંધ હોય, જેની જાણ તેમને થતાં પતિ માધવસિંહ અન તેમના પરિવારે જ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ શંકાને પગલે યુવકે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હાલમાં વિરસદ પલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...