તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આણંદ એસટી ડેપોમાં 60 બસોમાં ફાસ્ટટ્રેક લગાવ્યા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાકી 37 બસોને ટૂંકમાં ફાસ્ટટ્રેક લગાવાશે

1લી જાન્યુઆરીથી ફાસ્ટેકનો અમલ શરૂ થઇ રહ્યો છે.ત્યારે આણંદ એસ ટી વિભાગ દ્વારા વાહનપર ટેગ નહીં હોય તો બમણો દંડ ભરવો ન પડે તે માટે 60 જેટલી અમદાવાદ, વડોદરા રૂટ પર દોડતી બસોમાં ફાસ્ટેક લગાવી દેવાયા હતા. જિલ્લામાં દોડતી કુલ બાકી રહેલી 37 બસોને પણ નડીઆદથી સુચના મળતાંની સાથે ફાસ્ટેક લગાવી દેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ વે સહિત નેશનલ હાઈવે ઉપર આવેલા ટોલ પર 1લી જાન્યુઆરીથી ફાસ્ટેકનો અમલ કરવામાં આવનાર છે.ત્યારે આણંદ એસટી ડેપો દ્વારા અમદાવાદ વડોદરા સહિત લાંબા અંતરના રૂટો પર દોડતી તમામ એસ.ટી બસોમાં ફાસ્ટટ્રેક લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જે મુજબ આણંદ ડેપો હસ્તકની 60 જેટલી એસ.ટી.બસોમાં ફાસ્ટટ્રેક લગાવી દેવામાં આવ્યા છે.ત્યારબાદ અમદાવાદ -નડીયાદ ડીવીઝન ખાતેથી મંજૂરી મળતા બાકી રહેલી 37 બસોને પણ ફાસ્ટટ્રેક લગાવી દેવામાં આવનાર છે તેમ આણંદ એસ.ટી ડેપો મેનેજર એસ.એ.પાંડેએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો