ગત વર્ષે ઓકટોબરના અંતમાં ઠંડીનો દોર શરૂ થયો હતો. ડિસેમ્બરના બીજા વીકમાં કકડતી ઠંડી અહેસાસ વર્તાઇ રહ્યો હતો. પરંતુ આ વર્ષે ડિસેમ્બરનું બીજુ સપ્તાહ આવ્યું પણ તાપમાન 13 ડિગ્રીથી નીચે જતું નથી. મહતમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહે છે. જેના કારણે ઘંઉ અને શાકભાજીના પાકને સીધી અસર થઇ રહી છે. ઠંડી ન પડતાં ઘંઉનો પાક જેવો જમવો જોઇએ તેવો જામ્યો નથી. તેમજ ડુંખ પણ પીડી પડી રહી છે. જેથી ખેડૂતો ચિંતા મુકાઇ ગયા છે. આગામી સપ્તાહમાં ઠંડીના પડે તો ઘંઉના પાકને નુકશાન થવાની સંભાવના છે. આણંદ ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 26 હજાર હેકટરમાં ઘંઉનું વાવેતર છે. ગત વર્ષ કરતાં 6 હજાર હેકટર ઓછું છે.
ચરોતર પ્રદેશ અને આણંદ જિલ્લામાં હવામાનમાં સતત થતાં ફેરફાર ના કારણે દિવાળી બાદ જોઈએ તેવી ઠંડી પડી નથી.જેના કારણે જિલ્લામાં તાપમાનનો પારો સામાન્યથી સામાન્ય રહેતા ઘઉંના પાક ઉપર માઠી અસર થવાની શકયતા ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર મહિનામાં દેશમાં અને રાજ્યમાં જોઈએ તેમ શિયાળો જામ્યો નથી.અને માત્ર સવાર સાજની ફૂલ ગુલાબી ઠંડીને બાદ કરતાં શિયાળામાં દિવસ દરમ્યાન ઉષ્માભર્યો વાતાવરણ રહેવાની સ્થિતિ વચ્ચે ઠંડી પ્રિય ઘઉં ની ખેતીને અસર પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
આણંદ જિલ્લામાં ડિસેમ્બરમાં સામાન્ય ઠંડીની શરૂઆત સાથે સમગ્ર પંથકમાં અંદાજે 10 હજારથી વધુ હેક્ટર માં ઘઉંનું વાવેતર થઈ ચૂક્યું છે.એમ જિલ્લા ખેતીવાડી વિભાગે જણાવ્યું છે.જે જોતા આણંદ જિલ્લામાં હેકટર દીઠમાં આણંદ પંથકમાં 2001 ,આંકલાવ 5 , બોરસદ 150, ખંભાત 1544 ,પેટલાદ 506, સોજીત્રા3 040, તારાપુર 2797, ઉમરેઠ 1190 મળી કુલ જિલ્લામાં11433 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થઈ ચૂક્યું છે. જયારે ખેડા જિલ્લામાં 12500 હેકટરમાં ઘંઉનું વાવેતર થયુ ંછે.
બીજી તરફ ભાલ પંથકમાં થતા ઘઉંની નિકાસ વિશ્વ વિખ્યાત છે. ત્યારે આ વિસ્તારમાં ઘઉંની ખેતી માટે પાણી અને ઠંડીની તાતી જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ કેનાલોમાં પાણી છોડવાની સાથે ઠંડીની યોગ્ય જમાવટ ન થતા સમગ્ર ચરોતર પંથકમાં ધરતીપુત્રોને રવિ પાક વાવેતર અંગે ચિંતા સતાવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ભારતીય ઘઉંની તાપ સહન કરવાની ક્ષમતા ખૂબ મર્યાદિત છે, જેથી માફકસર ઠંડી ન પડે તો આણંદ જિલ્લામાં થતા ખેતી પાકોમાં રાજગરા, ચણા, રાયડો, તમાકુ, બટાકા, અને શાકભાજી સહિત ઘાસચારા ઉપર માઠી અસર થશે. તેમજ ભાલભંથકમાં ઘઉંની ખેતીને પણ અસર પડશે.
હવામાનના બદલાતા મિજાજને જોતા ચાલુ વર્ષે ચોમાસાની સિઝન થોડી લાંબી ચાલી હતી. જેને લઈને જિલ્લામાં ઘઉંના પાકનો વાવેતર પણ થોડું મોડું થયું હતું. દિવાળી પર્વ બાદ ઠંડી જોઈએ તેવી ના પાડતા ખેડૂતોએ ડિસેમ્બર ની શરૂઆતે ઘઉં સહિત ખેતી પાકો નું વાવેતર શરૂ કરી દીધું છે. જોઈએ એવી ઠંડી ની જમાવટ ન થતા ખેડૂતો દ્વારા પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.
સારી ઠંડી જામે તો ઘંઉનો ઉતારો મળે
સારી ઠંડી જામે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીની પાક ફાલવાની સિઝન છે.ઘંઉના પાક માટે શરૂઆત ઠંડુ વાતાવરણ જોઇ,ઠંડી વધુ હોય તેમ પાકનો ફાલ જામે તો ઉતારો સારો મળે છે. જો પાકનો ફાલ નબળો રહે તો ઉતારો ઉંચો મળે છે. ઠંડી મોડીશરૂ થતાં વાવેતર મોડું થયું છે.જેથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી પાક તૈયાર થાય ત્યારે ગરમી શરૂ થઇ જતાં પાકને નુકશાન થવાની ભીંતી છે. જેને લઇને ખેડૂતોમાં ચિતા વ્યાપી ગઇ છે. > બાબુભાઇ પરમાર,ખેડૂત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.