તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:7 ગામોમાં ઓવરહેડ હાઇટેન્શન વીજ લાઇનથી ખેડૂતો પરેશાન, આપે કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ સહિત રાજયના 7 જિલ્લાના 19 તાલુકાઓના ગામોમાં765 કે.વી.ની ઓવરહેડ હાઇટેન્શન વીજ લાઇન પસાર કરવાની કામગીરીથી ખેડૂતોને કનડગત થઇ રહ્યાની બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટર, પ્રદૂષણ બોર્ડ, વન વિભાગ સહિત સંલગન વિભાગોને આપ પાર્ટીના હોદ્દેદારો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ટ્રાન્જેકશન પ્રોજેકટ લિમિટેડ કંપની દ્વારા કેન્દ્રના ઇલેકટ્રીકસીટી એકટ2003 અને 2006ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખેડૂતોને ખેતીલાયક જમીન પર ગેરકાયદે કબજો કરીને કામગીરી કરવામાં આવતી હોવાથી ખેડૂતોને આર્થિક, માનસિક કનડગત પહોંચી રહી છે. ખેતીની જમીનનો વપરાશ અધિગ્રહણ કરીને નજીવી કિંમત ચૂકવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો