દિવાળીની અસર:ફૂલોના ભાવમાં પાંચ ગણો વધારો થતાં ખેડૂતોમાં ખુશી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગલગોટાના ભાવ રૂ.80 જ્યારે ગુલાબના રૂા.350

નવરાત્રિ બાદ ફૂલોની માંગમાં ભારેઘટાડો જોવા મળ્યો હતો.જેથી ગલગોટા (હજારીના ફુલો ) વેચવા માટે ખેડૂતોને ખેતરમાંથી તોડવા પાછળ થતો ખર્ચ પણ મળતો ન હતો જો કે દિવાળી તહેવાર આવતાં રાતોરાત ફૂલોની માંગ વધી જતાં દિવાળી તહેવાર પર ફૂલોની માંગ વધી ગઇ છે. અને સૌથી વધુ વેચાતા ફૂલોના ભાવમાં ચાર ગણો વધારો નોંધાયો છે.15 દિવસ અગાઉ રૂ.20 કિલો વેચાતા હજારીના ફૂલોનો ભાવ રૂ.80 પર પહોંચ્યો ,જયારે ગુલાબના ભાવ 350 થી 400 બોલાઇ રહ્યાં છે.

દિવાળીના પાંચ દિવસીય તહેવારમાં ધનતેરસથી ભાઈબીજ સુધી ફૂલોના હાર અને છૂટ્ટા ફૂલોની ભારે માંગ રહે છે. આ માંગને પહોંચી વળવા ફૂલોની ખેતી કરતા ખેડૂતો અને ફૂલોનો વેપાર કરતા વેપારીઓ દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવતી હોય છે અને દિવાળીના સપરમા તહેવાર ઉપર બે પૈસા કમાઈ લેવા માટે વેપારીઓ અગાઉથી જ ખેડૂતો પાસેથી ફૂલો ખરીદી લેવાનો કોન્ટ્રાક્ટ કરતા હોય છે.

ફુલોના વ્યવસાય સાથે સંકળાયેલ અનિલભાઇ રામીના જણાવ્યાનુસાર નવરાત્રિના બાદ ભાવ ગગડયા હતાં. ગુલાબના ફૂલોનો એક કિલોનો ભાવ રૂા. 80અને હજારીના ફૂલોનો ભાવ રૂ.15 થી 20 થઈ ગયો હતો. પરંતુ દિવાળીના પાંચ દિવસીયદરમિયાન ધનતેરસના દિવસે ગુલાબ, લીલી અને હજારી ગલના ફૂલોનીમાંગ વધુ જોવા મળી હતી.

આજે ફૂલ બજારમાં કાશ્મીરી ગુલાબનો એક કિલોનો ભાવ રૂા.350 થી400 નો બોલાયો હતો. જે સામાન્ય દિવસોમાં એક કિલોનો ભાવ રૂ.80ની આસપાસ હતો. લીલીની એક ઝૂડીનો ભાવ રૂા. 20 એ પહોંચ્યો છે. જયારે સામાન્ય દિવસોમાં 15 થી 20 રૂપિયા એક કિલો મળતાં હજારી ગલના ફૂલોનો ભાવ અત્યારે રૂપિયા 80 ને પાર કરી ગયો છે અને હજુ પણ ફૂલોના ભાવ ઉંચકાઈ શકવાની શક્યતાઓ વેપારીઓ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...