તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:ભાદરણ નજીક કિસાનોએ રોડ બ્લોક કર્યો, દોઢ કલાક સુધી રોડ બ્લોક રહેતા વાહનોબંને બાજુએ લાંબી લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામ

આણંદ,બોરસદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાષ્ટ્રીય કિસાન મોરચા સહિત વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા શનિવારે સમગ્ર દેશમાં હાઇવે જામ કરીને વિરોધ નોંધાવવા માટેનું એલાન કર્યું હતું. જો કે આણંદ જિલ્લામાં ખેડૂત આંદોલનની કોઇ અસર બે માસ દરમિયાન જોવા મળી ન હતી.

પરંતુ આજે દેશ વ્યાપી આંદોલનના પગલે રાષ્ટ્રીય કિસાન મોરચાના કેટલાંક કાર્યકરો અને બહુજન ક્રાંતિ મોરચના કાર્યકરોએ ભેગા મળીને જિલ્લાની પોલીસ ડભાસી ગામે હોય તે તકનો લાભ લઇને ભાદરણ કે જી હોટલ પાસે બપોરે ટાયરો સળગાવીને રોડ બ્લોક કરી દીધો હતો. સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.તેના કારણે દોઢ કલાક સુધી રોડ બ્લોક રહેતા બંને બાજુએ વાહનોની કતાર 2 કિમી સુધી લાગી ગઇ હતી. જેની જાણ પોલીસ થતાં પોલીસ કાફલો ભાદરણ ગામે દોડી આવીને કાર્યકરોને અટકાયત કરીને રોડ ટાયરો હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

સ્થળ પર પોલીસ પહોંચી ત્યારે જગદીશભાઇ મકવાણા રહે. નીસરાયા, ધુવલકુમાર મકવાણા રહે. અલારસા તથા અંકુર આહિર રહે. નીસરાયા ટાયરો સળગાવતા હતા. પોલીસે પુછતાછ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ બહુજનક્રાંતિમોરચાના કાર્યકર છે. અને ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે રોડ બંધ કરી ટાયરો સળગાવ્યા છે. તેમ જણાવતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો