તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કડાણામાંથી 4500ના બદલે 3600 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતો ત્રસ્ત

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડુતોએ વાવેતર માટે બે દિવસ સુધી રાહ જોવી પડશે

આણંદ જિલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતોના માથે જાણે આભ તુટી પડયું હોય તેવી સ્થિતી સર્જાઇ છે.ત્યારે કડાણા ડેમમાંથી 4500 કયુસેક પાણીના બદલે આજે 3600 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે 900 કયુસેક પાણીની ઘટ પડતાં જિલ્લાભરના ખેડૂતોને ખેતી પાકની સિંચાઇ માટે માઇનોર કેનાલમાં પાણી માટે બે દિવસ સુધી રાહ જોવી પડશે.બીજી તરફ સિંચાઇ વિભાગે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વડી કચેરી લેખિતમાં જાણ કરવાની ફરજ પડી હતી.

આણંદ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર સી.આર.પરમારે જણાવેલ કે આણંદ જિલ્લામાં ખેડૂતોએ તમાકુ પાકનું યુધ્ધના ધોરણે વાવેતર શરૂ કરી દીધું છે.ત્યારે આણંદ તાલુકો ઉમરેઠ, ખંભાત, પેટલાદ ,બોરસદ સહિત કાંઠા ગાળા વિસ્તારમાં કેનાલોમાં પુરતા પ્રમાણમાં પાણી છોડવા માટે મોટીસંખ્યામાં ખેડુતોની ફરિયાદો આવી રહી છે.

હાલમાં કડાણા ડેમમાંથી 5 હજાર કયુસેકને બદલે માત્ર 3600 કયુસેક વણાકબોરી ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના લીધે માઇનોર કેનાલમાં પુરતા ફોર્સ પાણી આવતું નથી.જેના લીધે ખુડેતો રીતસરની મુઝવણમાં મુકાઈ ગયા છે. જો કે 900 કયુસેક પાણીની ઘટ પડતાં જિલ્લાભરના ખેડૂતોને ખેતી પાકની સિંચાઇ માટે માઇનોર કેનાલમાં પાણી માટે બે દિવસ સુધી રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...