ભાસ્કર વિશેષ:ડાંગરના ટેકાના ભાવ ઓછા મળતા ખેડૂતો નિરસ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 4451 ખેડૂતોએ નોંધણી કરાવી, માત્ર 33 ખેડૂતોએ વેચાણ કર્યું

આણંદ જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાંથી 4451 ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેમાંથી માત્ર 33 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ હતું. આમ આણંદ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવામાં કોઇ જ રસ દાખવ્યો નથી. જિલ્લાના 7 તાલુકામાં નિગમના ગોડાઉન પર ખેડૂતો પાસેથી માલ ખરીદવામાં આવે છે. પરંતુ ખેડૂતો ટેકાના ભાવ કરતાં બજારમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો ડાંગરનું વેચાણ બહાર કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવું હોય તો ખેડૂતોએ 7 /12ની નકલ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ સહિતના પુરાવા આપવા પડે છે. તેમનું પેમેન્ટ બેંક એકાઉન્ટમાં જમા થાય છે. અનેક પ્રક્રિયામાંથી પસાર થયા પછી પણ ઉપજના પૂરતા ભાવ ના મળતા હોવાથી કિસાનો ખૂલ્લા માર્કેટમાં ઉપજ વેચવાનું વધુ પસંદ કરે છે.આણંદ જિલ્લા પુરવઠા નિગમના અધિકારી જય દેસાઇએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે ડાંગર સહિતના પાકની ખરીદી કરવામાં આવે છે.

દર વખતે 5 થી 6 હજાર ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે. તેમાંથી 60 ટકા ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચે છે. બાકીના ખેડૂતો બહાર માલ વેચી દેતા હોય છે. માલ ખરીદયા બાદ નિગમ દ્વારા ખેડૂતોના ખાતામાં નાંણા જમા કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં 10 હજારથી વધુ ખેડૂતો ડાંગર પાકની રોપણી કરે છે. જેમાંથી 40 ટકા ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવે છે. તેમાંથી માત્ર 20 ટકા ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચે છે.

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર વેચવા માટે ખંભાત તાલુકામાંથી 1600 થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેની સામે અત્યાર સુધીમાં માત્ર ચાર ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ છે. જયારે ઉમરેઠ અને તારાપુરમાં એક પણ ખેડૂતે ટેકાના ભાવે હજુ સુધી ડાંગરનું વેચાણ કર્યુ નથી.

આણંદ જિલ્લામાં દરેક તાલુકામાં

તાલુકોરજીસ્ટ્રેશનવેચાણ
આંકલાવ757
આણંદ1304
ઉમરેઠ5680
ખંભાત16734
તારાપુર9760
પેટલાદ31716
સોજીત્રા2671
બોરસદ4411
કુલ449133

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...